• Home
  • News
  • દેશના 9 રાજ્યમાં સક્રિય દર્દી ઘટ્યા, 15 રાજ્યોમાં વધ્યા
post

સૌથી વધુ 41% સક્રિય દર્દી કેરળમાં વધ્યા, સૌથી ઓછા 8.1% મધ્યપ્રદેશમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 08:56:59

નવી દિલ્હી: આજે લૉકડાઉનનો 48મો દિવસ છે. છૂટછાટ સાથેના લૉકડાઉનના પણ 7 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. આ 7 દિવસમાં 15 રાજ્યમાં દર્દી વધ્યા પણ 9 રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે, જેમાં કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ વગેરે સામેલ છે. એક્ટિવ કેસ ઘટવાનું કારણ નવા દર્દીઓ વધવાના બદલે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો છે.  17 મે બાદ લૉકડાઉન કઇ શરતો સાથે હટાવવું છે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. 51 દિવસમાં મોદીની આ પાંચમી બેઠક હશે. 

બેઠક બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે
પીએમઓએ કહ્યું છે કે બેઠકમાં બધા જ મુખ્યમંત્રીઓને પોતાની વાત મૂકવાની તક મળશે. તેથી આ બેઠક બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. ગત બેઠક બાદ પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે બેઠકમાં બોલવાની તક નથી મળતી, જેના કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધવામાં તકલીફ પડી રહી છે. 

7 દિવસમાં સક્રિય દર્દી મહારાષ્ટ્રમાં 51%, ગુજરાતમાં 26% વધ્યા
7
દિવસમાં આવી રીતે સક્રીય દર્દી વધ્યા: મહારાષ્ટ્ર (50.8%), આસામ (166.6%), ચંડીગઢ  (83.7%), દિલ્હી   (53.1%), ગુજરાત (25.6%), હરિયાણા (52.7%), હિમાચલ (200%), જમ્મુ-કાશ્મીર (10.6%), કર્ણાટક (30.4%), ઓડિશા (12%), પંજાબ(45.6%), તમિલનાડુ(146.4%), ત્રિપુરા (1016.7%), પ. બંગાળ  (34.7%).

સૌથી વધુ 41% સક્રિય દર્દી કેરળમાં વધ્યા, સૌથી ઓછા 8.1% મધ્યપ્રદેશમાં

રાજ્ય

4 મે

10 મે

દર્દી ઘટ્યા

કેરળ

34

20

41.2%

છત્તીસગઢ

22

16

27.3%

તેલંગાણા

508

382

24.8%

રાજસ્થાન

2002

1722

14.0%

બિહાર

397

318

19.9%

આંઘ્ર પ્રદેશ

1093

1010

7.6%

ઉત્તર પ્રદેશ

1914

1884

1.6% 

ઝારખંડ

85

75

11.8%

મધ્ય પ્રદેશ

1921

1766

8.1%

 

adv

Related News

post
post
post
post
post
post
post