• Home
  • News
  • સુરત સિટીની સાથે જિલ્લામાં પણ કોરોનાનો વિસ્ફોટ, અનલોક-1 બાદ 223 કેસનો ચિંતાજનક વધારો
post

જિલ્લામાં એપ્રિલ-મે મળી 118 કેસ હતા જે જૂનના 22 દિવસમાં જ 341 સુધી પહોંચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:09:06

સુરત: શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચી ગયો છે. જેમાં જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 341 છે. જ્યારે મૃત્યુઆંક 6 થયો છે અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 209 પર પહોંચી છે. હાલ 126 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સૌથી વધુ જૂન માસમાં કેસ નોંધાયા છે. જૂન માસના 22 દિવસમાં 223 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. અનલોક-1માં આંતર રાજ્યની અવર જવર તેમજ ઉદ્યોગ સહિતના એકમોને છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. 

સુરત શહેરને અડીને આવેલા તાલુકામાં વધુ કેસ
જૂન મહિનામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ જૂનના 22 દિવસમાં 223 નોંધાયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 28 કેસ નોંધાયા હતાં. મે મહિનામાં તે ત્રણ ઘણા એટલે કે 90 કેસનો વધારો થઈ 118 થયો હતો. જ્યારે જૂન મહિનાના 22 દિવસમાં જ 223 કેસનો વધારો થયો છે. એટલે હાલ જિલ્લામાં 341 કેસ નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી, ઓલપાડ અને કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.

કામરેજ તાલુકામાં સૌથી વધુ મોત
કોરોનાની મહામારીમાં જિલ્લામાં હાલ સુધી કુલ સંખ્યા 341 થઈ છે. જ્યારે તેની સામે મરણાંક 6 નોંધાયો છે. એપ્રિલ માસમાં 1 મહિલા, મે માસમાં 1 વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જૂન માસના 22 દિવસમાં વધુ 4 કોરોના પોઝિટિવ દર્દી મોતને ભેટતાં કુલ આંક 6 પર પહોંચ્યો છે. જેમાં કામરેજમાં 4 મોત નોંધાયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post