• Home
  • News
  • અમદાવાદમાં કોરોનાની ફરી નવી ટોચ:નવા 664 કેસ નોંધાયા, સિવિલમાં 75% દર્દી ઓક્સિજન પર, ખાનગીમાં 219 વેન્ટિલેટર પર
post

શહેરમાં વધુ ચારના મોત, ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 11:50:58

શહેરમાં કોરોનાના કેસ રોજે રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. રવિવારે નવા 664 કેસ નોંધાવાની સાથે સાથે 4 દર્દીના મૃત્યુ ની પજ્યા છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં દાખલ 75 ટકા દર્દી ઓક્સિજન પર છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 219 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. 664 કેસ નોંધાવાની સામે 600 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

શહેરમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે તે જોતા લોકો માટે કોરોના ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવું એક માત્ર વિકલ્પ છે. મૃત્યુઆંક ભલે ઓછો હોય પણ સંક્રમણની સંખ્યા રોજે રોજ રેકોર્ડ બ્રેક કરી રહી છે. સરકાર દ્વારા ઝોન પ્રમાણે એગ્રેસિવ ટેસ્ટિંગ કરાઈરહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં તો લોકો ટેસ્ટ કરાવી રહ્યાં નથી. ટેસ્ટ નહીં કરાવતા લોકો કોરોના વાઈરસનો ફેલાવો કરી રહ્યાં છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં કોરોનાના ચિહ્નો દેખાય તો પણ લોકો ટેસ્ટિંગ કરાવાનું ટાળી ખૂબ મોટો ગુનો કરી રહ્યાં છે.

વધુ 19 વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં
માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયેલા 19 વિસ્તારમાંથી 11 પશ્ચિમ અમદાવાદના છે.

·         ન્યૂ નિકિતા પાર્ક, થલતેજ

·         શક્તિ 243, થલતેજ

·         સુદર્શન પ્રાઈમ, ગોતા

·         પ્રાઈમ પ્લાઝા, બોડકદેવ

·         શ્યામ-2 એપાર્ટમેન્ટ, ગોતા

·         જવાલીન પાર્ક, ઓઢવ

·         કલવરી પાર્ક, ભાઈપુરા

·         ક્રિશ-1, નિકોલ

·         વલ્લભ બંગલો, નિકોલ

·         અતરી રેસિડન્સી, વસ્ત્રાલ

·         200થી 204, માધવ-4, વસ્ત્રાલ

·         બી અને જે બ્લોક વીનસ પાર્ક લેન્ડ, વેજલપુર

·         ચોરાવાડી માતાની પોળ, સરખેજ

·         શ્રીનંદનગર, વસ્ત્રાપુર

·         પવનસુત સોસા.જીવરાજપાર્ક

·         નવા વિકાસગૃહ રોડ, પાલડી

·         આર્યવીલા, ન્યૂ રાણીપ

·         શૌર્ય એપાર્ટમેન્ટ, મણિનગર

 

adv

Related News

post
post
post
post
post
post
post