• Home
  • News
  • છેલ્લા 20 દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા બમણી થઈ, અનલોક-1 બાદ 16 દિવસમાં 1284 કેસનો વધારો
post

1 જૂનથી છૂટછાટ બાદ સરેરાશ 80 કેસનો વધારો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 12:07:42

સુરત: શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા છેલ્લા 20 દિવસમાં બમણી તેમજ છેલ્લા એક મહિનામાં 3 ગણી થઈ ગઈ છે. ગઈ તા. 16મે ના રોજ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 1087 હતી. જ્યારે 28 મેના રોજ શહેર જિલ્લાના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1521 હતી. આજે 20 દિવસ બાદ આ સંખ્યા 3009 થઈ ગઈ છે. આમ પોઝિટિવ કેસોનો રેશીયો છેલ્લા એક મહિનામાં 3 ગણો અને 20 દિવસમાં બમણો થયો છે.

છૂટછાટ બાદ કેસમાં વધારો
1
જૂનના રોજ સુરત શહેર જિલ્લામાં કેસનો આંકડો 1725 હતો. આ સાથે મૃત્યુઆંક 72 હતો. જ્યારે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1148 હતી. અનલોક-1 બાદ મળેલી છૂટછાટમાં છેલ્લા 16 દિવસમાં 1284 કેસનો વધારો થયો છે. જ્યારે મૃત્યુમાં પણ 43નો વધારો થયો છે અને રિકવર થનાર દર્દીની સંખ્યામાં 894નો વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post