• Home
  • News
  • કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
post

કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 4,48,997 થઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 11:16:30

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 180 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. 

નવા 20 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,799 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 22,842 નવા કેસ નોંધાયા હતા. દેશમાં હાલ 2,64,458 દર્દીઓ સારવાર હેઠળ છે. સતત ઘટી રહેલા એક્ટિવ કેસ એક સારો સંકેત કહી શકાય. એક દિવસમાં કોરોનાથી 26,718 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,31,21,247 થઈ છે. 

એક દિવસમાં 180 લોકોના મોત
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 4,48,997 થઈ છે. હાલ દેશમા કોરોનાથી રિકવરી રેટ 97.89 ટકા છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. વીકલી પોઝિટિવિટી રેટ છેલ્લા 101 દિવસથી સતત 3 ટકા નીચે છે. હાલ આ દર 1.63 ટકા છે. ડેઈલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો તે હાલ 2.10 ટકા છે જે છેલ્લા 35 દિવસથી 3 ટકાની નીચે જળવાઈ રહ્યો છે. 

90 કરોડથી વધુ ડોઝ
દેશમાં કોરોનાને નાથવા માટે પૂરપાટ ઝડપે કોરોના રસીકરણનું કામ ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 90,79,32,861 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 23,46,176 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post