• Home
  • News
  • સુરતમાં કોરોનાનું નવું હોટ સ્પોટ કતારગામ ઝોન, અનલોક-1માં 651 કેસનો વધારો
post

કતારગામ ઝોનમાં અનલોક-1માં કોરોનાના કેસમાં સાડા ત્રણ ગણો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:06:14

સુરત: શહેરમાં કતારગામ ઝોન 909 કેસ સાથે લિંબાયત ઝોનને પાછળ મુકી પહેલા નંબર પર પહોંચી ગયું છે. જેથી સુરત શહેરમાં નવું હોટ સ્પોટ કતારગામ ઝોન બની ગયું છે. અનલોક-1 પહેલા કતારગામ ઝોનમાં 258 કેસ હતા જ્યારે અત્યાર 909 કેસ છે. જેથી અનલોક-1માં અત્યાર સુધીમાં 651 કેસનો વધારો થયો છે.

રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો
સુરત શહેરમાં કોરોના 3684 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 394 કેસ નોંધાયેલા છે. જેમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ 909 કેસ નોંધાયેલા છે. જ્યારે ત્યારબાદ લિંબાયત ઝોનમાં 896 કેસ છે. અનલોક-1 પહેલા લિંબાયત ઝોન સુરત શહેરનો હોટ સ્પોટ વિસ્તાર હતો. જોકે, અનલોક-1માં કતારગામમાં રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો થતા કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. કતારગામ ઝોનમાં છેલ્લા 24 દિવસમાં જ 651 કેસના વધારો થયો છે. જેથી કતારગામ ઝોનમાં અનલોક-1માં સાડા ત્રણ ગણો કોરોનાના કેસમાં વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post