• Home
  • News
  • 6 પોઝિટિવ દર્દીઓ પૈકી 4 સ્ટેબલ જ્યારે 2ની હાલત નાજુક, સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ
post

રેપીડ એક્શન ફોર્સની આઠ ટીમ દ્વારા લોકડાઉનનો કડક અમલ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 11:11:38

સુરતઃ કોરોનાના શહેરમાં વધુ 11 શંકાસ્પદ દર્દી સામે આવ્યા હતા. જોકે, મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત નોંધાયેલા 11 શંકાસ્પદ દર્દીઓ પૈકી 2 દર્દી સહિત 10નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે હાલમાં દાખલ 6 પોઝિટિવ દર્દીઓ પૈકીના 4ની સ્થિતી હાલ સ્ટેબલ હોવાનું તેમજ 2 દર્દીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાત્રી દરમિયાન પણ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી શહેરની તમામ સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ગત રોજ શેહરમાં આવેલી રેપીડ એક્શન ફોર્સ આજે સવારથી લોકડાઉનનો કડક અમલ કરાવવા કામે લાગી ગઈ છે.

દેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાતા 8 શંકાસ્પદ હતા

શહેરમાંથી વધુ 11 કેસ કોરોનાના શંકાસ્પદ નોંધાયા હતા. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય મહિલા, વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી પરત આવેલી રાંદેરની 72 વર્ષીય વૃદ્ધા, મુંબઈ થી પરત આવેલી પનાસની 30 વર્ષીય મહિલા, દિલ્હીનો પ્રવાસ કરી આવેલા વરીયાવી બજારના 65 વર્ષીય વૃદ્ધ, હૈદરાબાદનો પ્રવાસ કરી પરત આવેલા અડાજણના 23 વર્ષીય યુવક, નાનપુરામાં રહેતા અને પ્રાઈવેટ હોસ્પિટલના 58 વર્ષીય કર્મચારી, રાજકોટનો પ્રવાસ કરી આવેલા અડાજણના 60 વર્ષીય વૃધ્ધા, ભટાર ખાતે રહેતા અને વાઘોડિયાની પ્રાઈવેટ હોસ્પિટલના 30 વર્ષીય મહિલા કર્મચારી, તુર્કીનો પ્રવાસ કરી 18 તારીખે આવેલા સિટીલાઇટના 45 વર્ષીય મહિલા તેમજ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ઘોડદોડ રોડના 54 વર્ષીય મહિલા અને પાડેસરાના 28 વર્ષીય યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયા હતા. તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

10 રિપોર્ટ નેગટિવ આવ્યા

શહેરમાંથી નોંધાયેલા 11 શંકાસ્પદ કેસોમાંથી 10 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં મહાવીર હોસ્પિટલના કર્મચારીઓ પૈકી કૈલાસ નગર ખાતે રહેતા 29 વર્ષીય યુવક, કતારગામ વિસ્તારની 25 વર્ષીય મહિલા અને ઉધના વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલા તેમજ ગોપીપુરાની 76 વર્ષીય વૃદ્ધા, અડાજણની 30 વર્ષયી મહિલા, ગોપીપુરાના 55 વર્ષીય આધેડ, વરાછાના 21 વર્ષીય યુવક અને યોગીચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવક સહિત ગઈકાલના કુલ 8 વ્યક્તિનો તેમજ સામે આવેલા શંકાસ્પદ દર્દીઓ પૈકી રાંદેરની વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી આવેલી 72 વર્ષિય વૃધ્ધા અને મુંબઈથી આવેલી પનાસની 30 વર્ષિય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post