• Home
  • News
  • ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, જાણો ક્યારથી શરૂ થશે? ક્યા નિયમો પાળવા પડશે?
post

રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણકાર્ય કોવિડ તકેદારી સાથે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 12:27:39

કોરોના મહામારી (Corona epidemic) વચ્ચે પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ક્લાસીસ (Classes) શરૂ થવા જઈ રહ્યાં છે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લાસીસમાં સેનેટાઈઝેશન (Sanitation)ની પ્રક્રિયા શરૂ કરાઈ છે. કોરોનાની ગાઈડલાઈન (Corona Guideline)ના પાલન સાથે વિદ્યાર્થીઓ (Students)ને પ્રવેશ અપાશે. તેમજ શાળા (School)ની જેમ ક્લાસીસ સંચાલકો (Classes Administrators) પણ વાલીઓ (Guardians)પાસે લેખિત સંમતિપત્ર (Written consent)માગવાનો ટ્યુશન ક્લાસ સંચાલકો (Tuition class administrators)એ નિર્ણય કર્યો છે. તો ક્લાસીસ દ્વારા SOPનું ચૂસ્ત પાલન કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં કલાસીસ શરૂ થશે.

રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણકાર્ય કોવિડ તકેદારી સાથે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી અને ઉમેર્યું હતું કે, ધોરણ 9થી 12 પૂરતા ટ્યુશન ક્લાસ પણ કોવિડની તકેદારી સાથે શરૂ કરી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધાત્મક પરિક્ષા માટેના કોચિંગ કલાસ પણ શરૂ કરી શકાશે.

કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા SOPનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા બાદ હવે આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને શાળા દ્વારા બેઠક બોલાવીને વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓને ઓલ્ટરનેટ બોલાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે વિદ્યાર્થીઓને રિશેષ આપવામાં નહી આવે.

ધો. 10 અને 12ની સ્કુલો શરૂ થયા બાદ આગામી પહેલી ફેબ્રુઆરીથી ધો.9 વને 11 શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે સ્કુલો દ્વારા તૈયારીઓ શરૂ કરવામા આવી છે. કોરોનાનો કહેર યથાવત છે ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્કુલો શરૂ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે ત્યારે સ્કુલ દ્વારા આજે બેઠક બોલાવીને વિદ્યાર્થીઓને કેવી બોલાવવા અને સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવુ તે અંગે ચર્ચા કરવામા આવી હતી.

સ્કુલ સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે બે વિકલ્પ ખુલ્લા રાખ્યા છે જેમાં સ્કુલ સમયમા 50 ટકા સમયમાં ધો.1-12 અને અન્ય 50 ટકા સમયમાં ધો. 9 થી 12 આ પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવવા અથવા તો વિદ્યાર્થીઓને ઓલ્ટરનેટ બોલાવવા અંગે વિચારણા કરવામા આવી રહી છે.. ઓનલાઇન અભ્યાસ પણ ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ પણ ન બગડે તેનુ ધ્યાન સ્કુલો દ્વારા રાખવામા આવનાર છે. વિદ્યાર્થીઓ સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરે તે માટે વિદ્યાર્થીઓને રિશેષ આપવામાં નહી આવે.

 

adv

Related News

post
post
post
post
post
post
post