• Home
  • News
  • સુરતની વાડીમાં 31 ડિસેમ્બરે રાત્રે 8:30 વાગ્યે ભાજપની સભામાં ભીડ જામી, 8 દિવસમાં ત્રીજીવાર માસ્ક વગર સાર્વજનિક સભામાં પહોંચી ગયા સી.આર.પાટીલ
post

કલમ 144 અને કોરોના પર ભાજપની સભા ભારે પડી!

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 10:39:33

31મી ડિસેમ્બરે લોકો નવા વર્ષની ઉજાણી ન કરી શકે એ માટે પોલીસે 7 વાગ્યાથી જ કડકાઈ શરૂ કરી દીધી હતી, પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ માટે કદાચ નિયમ કાનૂન કોઈ મહત્વ ન રાખતા હોય એમ પેજ કમિટીના સભ્યોને કાર્ડ વિતરણનો જાહેર કાર્યક્રમ થયો હતો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી ગયા હતા.પોલીસે પણ ભાજપના પેજ કમિટીના સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી આપી દીધી હતી. સી.આર.પાટીલની હાજરીમાં રૂસ્તમપુરાની ખંભાતી સમાજની વાડીમાં સેંકડો કાર્યકરો ભેગા થયા હતા. સી.આર.પાટીલ 8 દિવસમાં ત્રીજીવાર માસ્ક વગર સાર્વજનિક સભામાં પહોંચી ગયા હતા.

કાર્યકરો સીઆર પાટીલ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા
કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સહિતની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું હતું.ખુદ સીઆર પાટીલ માસ્ક વગર નજરે પડ્યા હતા. કાર્યકરો સીઆર પાટીલ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા હતા. કાર્યક્રમમાં પોલીસ પણ હાજર હતી અને મુક દર્શક બની રહી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે ભાજપની પેજ કમિટીના સભ્યોને કાર્ડ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપના પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, અમારા કાર્યકર્તા માત્ર બેનર લગાવી રહ્યા હતા. તેમ છતાં સલાબતપુરા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અહીં તો કલમ 144 લાગુ હોવા છતાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓની ભીડ જામી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરાઈ નથી.

તમારે જે લખવું હોય લખી શકો છો: PI
ઝોન 2ના ડીસીપી બી.આર.પટેલે કહ્યું હતું કે કાર્યક્રમ આયોજિત થયો હોવાની વાત ખ્યાલ છે.વધુ જાણકારી PI જ આપી શકશે.સલાબતપુરાના પી.આઈ. કિકાણીએ જણાવ્યું હતું કે કાર્યક્રમની પરમિશન હતી.8 વાગ્યે કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો.આગળ તમારે જે લખવું હોય લખી શકો છો.

 

adv

Related News

post
post
post
post
post
post
post