• Home
  • News
  • કોરોના વેક્સીન બનાવી રહેલા અડાર પૂનાવાલાની કંપનીએ ન્યુમોનિયાની પ્રથમ સ્વદેશી વેક્સીન બનાવી, ડ્રગ કન્ટ્રોલરે મંજૂરી આપી
post

સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં આ વેક્સીનના પ્રથમ, બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલની મંજૂરી લઇ લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:11:45

દેશમાં ડ્રગ કન્ટ્રોલર જનલર ઓફ ઇન્ડિયા(DCGI)એ ન્યુમોનિયા માટે ભારતમાં બનેલી ન્યૂમોકોકલ પોલીસેક્રાઈડ ક્ન્જ્યુગ્રેટ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. બિઝનેસ એક્ઝિક્યુટિવ અડાર પૂનાવાલાની પુણેમાં આવેલી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ વેક્સીન ડેવલપ કરી છે. અડાર હાલ કોવિડ-19 માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું વેક્સીનનું ભારતમાં પ્રોડક્શન કરી રહ્યા છે. 

બુધવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક પ્રકાશનમાં આ વેક્સીનની મંજૂરીની સાથે જાણકારી પણ આપી છે. ન્યુમોનિયાથી બચાવ માટેની પ્રથમ સ્વદેશી વેક્સીન છે. આ વેક્સીનનો ઉપયોગ બાળકોમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને લીધે થતા ગંભીર ન્યુમોનિયાથી બચાવ માટે કરવામાં આવે છે. તેને બાળકોની ચામડીની નીચે એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર રીતે આપવામાં આવે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં આ વેક્સીનના પ્રથમ, બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલની મંજૂરી લઇ લીધી હતી. આ ઉપરાંત કંપનીએ આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું. સફળ ટ્રાયલ પછી વેક્સીન નિર્માણ અને માર્કેટમાં વેચવાની પરવાનગી મળી ગઈ છે.

ડ્રગ કન્ટ્રોલ જનરલે ટ્રાયલ ડેટાની ચકાસણી વેક્સીન નિર્માણ માટે સ્પેશિયલ એક્સપર્ટ કમિટી(SEC)ની મદદથી કરી. દેશમાં અત્યાર સુધી બાળકોને આપવામાં આવતી ન્યુમોનિયાની વેક્સીનની માગ માટે વિદેશથી જથ્થો મંગાવવો પડતો હતો, પરંતુ હવે વેક્સીન બન્યા પછી ભારત આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની શકશે

 

adv

Related News

post
post
post
post
post
post
post