• Home
  • News
  • દેશના સંરક્ષણ સચિવ કોરોના વાઈરસથી સંક્રમિત, આ માહિતી મળ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ પણ ઓફિસ ન ગયા
post

30 એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જેઓ સંરક્ષણ સચિવના સંપર્કમાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:17:56

નવી દિલ્હી: દેશના સંરક્ષણ સચિવ અજય કુમાર કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. આ માહિતી મળ્યા બાદ બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સેનાના અન્ય અધિકારીઓ પણ ઓફિસ જવાનો તેમનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

સંરક્ષણ સચિવના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ રહી છે
મીડિયા અહેવાલ પ્રમાણે અત્યારે અજય કુમારના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થઈ રહી છે અને રાયસીના હિલ્સના સાઉથ બ્લોકમાં સેનિટાઈઝેશન તથા ડિસઈન્ફેક્શનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 30 એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસથી ડિફેન્સ સેક્રેટરીની સંપર્કમાં આવ્યા છે. આ તમામ લોકોને સેલ્ફ ક્વોરન્ટીનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સંરક્ષણ સચિવના કાર્યાલય પાસે સેના તથા નૌસેનાના વડાના કાર્યાલયો છે
અહેવાલ પ્રમાણે જ્યારે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ.ભારત ભૂષણ બાબુને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે, સંરક્ષણ પ્રધાનના કાર્યાલયે ચોક્કસપણે સ્પષ્ટતા કરી કે રાજનાથ સિંહ આજે તેમની ઓફિસ ગયા નથી તેમ જ તેઓ ક્વોરન્ટીનમાં નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ સચિવ ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને સંરક્ષણ મંત્રાલયની મહત્વની બેઠકમાં ભાગ લેતા હતા. સાઉથ બ્લોકના પહેલા માળ પર આવેલા તેમની ઓફિસ પણ સંરક્ષણ પ્રધાનની ઓફિસની નજીક છે. આ ફ્લોર પર સેના પ્રમુખ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની ઓફિસ પણ આ ઈમારતમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post