• Home
  • News
  • અમદાવાદમાં 2019માં ડેન્ગ્યુએ 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ડેન્ગ્યુના સૌથી વધુ 3345 કેસ, 9 મોત
post

10 મહિનામાં 12 લાખ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:21:43

અમદાવાદ: ડેન્ગ્યુની બીમારીએ આ વર્ષે માઝા મૂકી છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ 2019માં ડેન્ગ્યુના સૌથી વધુ 3345 કેસ નોંધાયા છે. વર્ષ દરમિયાન ડેન્ગ્યુથી 9 લોકોના મોત પણ થયા છે. તેમાં પણ બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે છે. 2018માં ડેન્ગ્યુથી 4 લોકો મૃત્યુ પામ્યા હતા.


1 હજાર વોલન્ટિયર્સે 21.83 લાખ ઘરની તપાસ કરી :

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને વકરતો રોકવા મ્યુનિ.એ લીધેલા પગલાનું ધાર્યું પરિણામ આવ્યું નથી. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં જ મ્યુનિ.એ 12 લાખ લોકોના બ્લડ સેમ્પલ લીધા છે. જેમાંથી 40203 લોકોને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાથી તેમના સીરમ લેવાયા છે. મ્યુનિ.એ બે મહિના માટે રોકેલા 1 હજાર વોલન્ટિયર્સે 21.83 લાખ ઘરની તપાસ કરી છે. જેમાં 5 લાખ ઘરની તો બેથી ત્રણ મુલાકાત લીધી છે. સિવિલ હોસ્પિટલમાં આ વર્ષે 10 મહિનામાં ડેન્ગ્યુના 1400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 808 કેસ ઓક્ટોબરમાં નોંધાયા છે. તેમજ 1 ને 2 નવેમ્બરે ડેન્ગ્યુના 35 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયાનો પણ ઉપદ્રવ છે.


ડેન્ગ્યુની તપાસ માટે તેના સેમ્પલ પણ પૂણે મોકલાતા નથી :

સામાન્ય રીતે ડેન્ગ્યુના 4 પ્રકાર હોય છે. શહેરમાં ફેલાયેલો ડેન્ગ્યુ કયા પ્રકારનો છે તે શોધવા માટે તેના મચ્છરોની તપાસ કરવા સેમ્પલ પૂણે મોકલવામાં આવતા હોય છે. રિપોર્ટને આધારે ડેન્ગ્યુને નિયંત્રણમાં લેવા માટેના પગલા નક્કી કરવામાં આવે છે. જો કે આ વખતે આ પ્રક્રિયા કરાઇ ન હોવાનું જાણવા મળે છે.

 

 બાળકોને ડેન્ગ્યુના કેસનું પ્રમાણ વધ્યું :

શહેરમાં હાલ જે ડેન્ગ્યુનો કેર છે તેમાં સૌથી વધારે શિકાર બાળકો બની રહ્યાં છે. અને બાળકોમાં આ ડેન્ગ્યુ જીવલેણ બની શકે તેમ છે. ત્યારે બાળકોની આ વખતે વધુ કાળજી લેવી આવશ્યક છે.


ડેન્ગ્યુ સામે છેલ્લા 11 મહિનાની કામગીરી :


·         21.83 લાખ મકાનની વોલન્ટિયર્સ દ્વારા તપાસ

·         40203 લોકોને શંકાસ્પદ ડેન્ગ્યુ જણાતા બ્લડ સીરમ લેવાયા

·         37 તળાવની સફાઈ, પાણી ભરાયેલા 508 સ્થળે ગપ્પી માછલીઓ છોડાઈ

·         1.63 કરોડ વહીવટી ચાર્જ બ્રીડિંગ મળતાં વસૂલાયો

·         38.57 લાખ ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા ફોગિંગ કરવામાં આવ્યું

·         1.93 લાખ ઘરમાં ઇન્ડોર રેસિડેન્સિયલ સ્પ્રેનો છંટકાવ કરાયો

 

 

adv

Related News

post
post
post
post
post
post
post