• Home
  • News
  • તાપી જિલ્લાના ગામડાના લોકોનું દિશાસૂચન, બુહારીમાં ઝિગઝેગ પદ્ધતિથી શાકભાજી માર્કેટ શરૂ
post

150 શાકભાજી અને ફ્રૂટની દુકાનો ઝેડ આકારે ક્રિકેટના ખુલ્લા મેદાનમાં શરૂ કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:39:10

વ્યારા:  કોવિડ 19ની મહામારી સમયે ખાસ કરી શાકભાજી માર્કેટમાં ભીડ અને સોશીયલ ડિસ્ટન્સિંગનો પ્રશ્ન શહેરીજનોમાં હજુ આજે પણ વણઉકેલ્યો કહી શકાય. ત્યારે તાપી જિલ્લાના બુહારી ગ્રામપંચાયત દ્વારા જાણે શહેરીજનો માટે દિશાસૂચન કરાતું હોય એમ ઝિગઝેગ પદ્ધતિથી આયોજન કરવામાં આવ્યું છે. 150 જેટલી શાકભાજી અને ફ્રૂટની દુકાનો ક્રિકેટના ગ્રાઉન્ડમાં શરૂ કરાઈ છે. આસપાસના 7 ગામના લોકો ખરીદી માટે શાકભાજી માર્કેટમાં આવે છે. આથી આ પદ્ધતિના કારણે ઝેડ આકારની દુકાનો હોવાથી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંંગનો પ્રશ્ન વહીવટીતંત્રને સતાવશે નહી.

adv

Related News

post
post
post
post
post
post
post