• Home
  • News
  • રાજકોટના પડધરીનાં ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા
post

પાણીના ધસમસતા પ્રવાહમાં છકડો રીક્ષા પણ ગરકાવ થઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:45:55

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે અતિ ભારે વરસાદ પડવાથી ગામની ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાયા હતાં. આ સાથે જ એક છકડો રીક્ષા પણ પાણીમાં ગરકાવ થઇ હતી.

વીજ પૂરવઠો ઠપ્પ થતાં લોકો પરેશાન
રાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરીના ખીજડીયામાં ધોધમાર વરસાદ પડતા ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ સાથે જ વીજપોલ  ધરાશાયી થતાં ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. જેથી વાહનચાલકોને પણ હાલાકી પડી હતી.

એક ગાયનો જોખમી બચાવ, અન્ય પશુઓ તણાયા
ભાર વરસાદના પગલે ગૌશાળામાં રહેલા 40 જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી એક ગાયનો જોખમી બચાવ થયો હતો. જ્યારે અન્ય પશુઓ પાણીના વેણમાં તણાયા હતાં. આ વીડિયો સામે આવતા પશુપ્રેમીઓમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈલ થઈ રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post