• Home
  • News
  • બીજલ પટેલની ટર્મ પૂરી થવા આવી છતાં શહેરી વિકાસ વિભાગની સાઈટ પર હજુ ગૌતમ શાહ મેયર દર્શાવાય છે
post

સાઈટ બે વર્ષથી અપડેટ ન થતાં 8 શહેરના મેયર, મ્યુનિ. કમિશનરની વિગતો ખોટી મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:22:37

અમદાવાદ: ગુજરાતનાં શહેરી વિકાસ વિભાગની વેબસાઇટ છેલ્લા બે વર્ષથી અપડેટ ન થવાથી લોકોને ગુજરાતના 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો એવા મેયર, ડે. મેયર અને કમિશનરની માહિતી ખોટી મળી રહી છે. વેબસાઇટો મેન્ટેન કરવા પાછળ સરકાર લાખો રૂપિયા ખર્ચે છે તેમજ સ્ટાફ પણ ફાળવે છે તેમ છતાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની માહિતી ખોટી પીરસાઇ રહી છે. સરકાર જ્યાં બેસે છે તે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની માહિતી પણ વેબસાઇટ પર ખોટી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસ વિભાગ ગુજરાતનાં મુખ્યમંંત્રી વિજય રૂપાણી પોતે સંભાળે છે જે રાજકોટ શહેરમાંથી આવે છે. જ્યારે શહેરી ગૃહનિર્માણ વિભાગનાં રાજ્યમંત્રી વડોદરા શહેરનાં યોગેશ પટેલ છે. 

છેલ્લા બે વર્ષમાં થયેલા રાજ્યનાં મુખ્ય ચાર શહેરોનાં ફેરફાર પર નજર નાંખીએ તો મોટેભાગે તમામના મેયર, ડે. મેયર અને કમિશનરોની બદલી થઇ ગઇ છે. વેબસાઇટ પર અમદાવાદનાં મેયર તરીકે હજુ પણ ગૌતમ શાહ છે જ્યારે હાલમાં અમદાવાદના મેયર બીજલ પટેલ છે જેમની નિમણૂક જૂન-2018માં થઇ હતી. છ મહિનામાં તેમની ટર્મ પૂરી પણ થઇ જશે. 

તેવી જ રીતે વેબસાઇટ પર સુરતના મેયર તરીકે અસ્મિતા સિરોયા છે જ્યારે હાલનાં મેયર ડો. જગદીશ પટેલ છે. વડોદરાનાં પૂર્વ ડે. મેયર સીમાબેન મોહિલે અકોટાનાં ધારાસભ્ય બની ગયા તો પણ તેમનું નામ ડે. મેયર તરીકે વેબસાઇટ પર ચાલુ છે. તો રાજકોટનાં કમિશનર બંછાનિધિ પાની હાલમાં સુરતના કમિશનર છે તો પણ તેમનું નામ રાજકોટમાં બોલે છે. 

જામનગરના કમિશનર આર. બી. બારડ હાલમાં મહીસાગર કલેકટર છે તો પણ તેમનું નામ જામનગર કમિશનર તરીકે લખાયું છે. દિવ્ય ભાસ્કરએ શહેરી વિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મુકેશ પૂરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. 

શહેર

વેબસાઈટ પર મેયર

હાલમાં મેયર

અમદાવાદ

ગૌતમ શાહ

બીજલ પટેલ

સુરત

અસ્મિતા સિરોયા

ડો. જગદીશ પટેલ

વડોદરા

ભરત ડાંગર

ડો. જિગીષા શેઠ

રાજકોટ

રક્ષા બોળીયા

બીના આચાર્ય

ગાંધીનગર

પ્રવીણ પટેલ

રીટા પટેલ

 

adv

Related News

post
post
post
post
post
post
post