• Home
  • News
  • સસ્તું સોનું આપવાનું કહીને નકલી પોલીસે પાલડીના વેપારીને 8 લાખનો ચૂનો લગાવ્યો
post

4.60 લાખનું સોનું 4 લાખમાં આપવાનું કહીને વેપારીને બોલાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:09:24

અમદાવાદ: સસ્તું સોનું ખરીદવાની લાલચમાં પાલડીના વેપારી સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વેપારીને 4.60 લાખનું સોનાનું બિસ્કિટ 4 લાખ રૂપિયામાં આપવાની લાલચમાં બોલાવ્યો હતો. વેપારી પૈસા લઈને આવ્યો તે જ સમયે બે નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ વેપારી પાસેથી 8 લાખ રૂપિયાની રકમ લઈ હવેલી પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું. વેપારી દ્વારા પૈસા આપતા જ બંન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અંતે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

વેપારીને એક વ્યક્તિનો સસ્તું સોનું ખરીદવા માટે ફોન આવ્યો હતો
પાલડી વિસ્તારમાં રહેતા હિમાંશુ શાહ નામના વેપારીને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને બજાર ભાવ કરતા સસ્તું સોનુ આપવાનું કહ્યું હતું. આ અંગે હીમાંશુભાઈએ તેને  સોના વિશે વાત કરી અને કોઈ સમસ્યા નહિ થાય તેમ પૂછ્યું હતું. આ સમગ્ર બાબત તેમના ફૉનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. આખરે સામે વાળા શખ્સે 4.60 લાખનું સોનાનું બિસ્કિટ 4 લાખમાં આપવાની વાત કરી એટલે હિમાંશુભાઈ પાલડી પાસે પહોંચી ગયા હતા. ત્યાં એ વ્યક્તિને રૂપિયા બતાવ્યા હતા ત્યારે એક જીપ અને બાઇક પર આવેલા શખ્સોએ હિમાંશુભાઈ પાસેથી 8 લાખ રૂપિયા લઈ લીધા હતા.

 અને તેમને કહ્યું. આ શું કરો છો અમારી સાથે હવેલી પોલીસ સ્ટેશનમાં આવવું પડશે અમારી પાછળ પાછળ એવો. જેથી હિમાંશુ ભાઈ તેમની પાછળ જવા માટેનો પ્રયત્ન કરતા હતા ત્યારે આ ભેજાબજો ફરાર થઈ ગયા હતા.
 
આખરે આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post