• Home
  • News
  • ખેડૂતો કોંગ્રેસને મત કેમ નથી આપતાં તે સમજાતું નથી,ભાજપે કશું જ આપ્યું નથી છતાં તેને આપે છેઃ લલિત કગથરા
post

ગુજરાતમાં સરકારી કોન્ટ્રાકટમાં 50 ટકા કમિશન લેવામાં આવે છેઃ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ઈન્ચાર્જ બી એમ સંદિપકમાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-10 18:51:16

રાજકોટઃ (Rajkot)ગુજરાતમાં વિધાનસભામાં કારમો પરાજય મેળવ્યા બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. (Gujarat Congress)રાજ્યમાં આ વખતે નક્કી કરેલી બેઠકો પર જ કોંગ્રેસ આગળ વધી રહી છે. ત્યારે પાંચ રાજ્યોમાં જાહેર થયેલી ચૂંટણીને લઈન કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ રમૂજી અંદાજમાં પત્રકારોના સવાલનો જવાબ આપ્યો હતો.(lalit kagathara) ચૂંટણી ક્યાંથી લડશો એવા સવાલની સામે તેમણે તરત જ કહ્યું હતું કે, મારા ઘરેથી લડીશ. તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો કોંગ્રેસને મત કેમ નથી આપતાં તે હજી સમજાતુ નથી. ભાજપે ખેડૂતોના કોઈ કામ કર્યા નથી છતાંય તેને મત આપે છે.

સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ બી.એમ. સંદીપકુમાર, પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, વસરામ સાગઠીયા, ગોપાલ અનડકટ, નિદત બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના કોંગ્રેસના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. લલિત કગથરાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું છે. સરકારે આ અંગે નોંધ પણ લીધી નથી. રાજ્ય સરકારના એક પણ મંત્રીએ સૌરાષ્ટ્રના ખેડૂતો તરફ ધ્યાન આપ્યું નથી. સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. 

ગુજરાતની સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી જ ચાલે છે

બીજી તરફ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ઈન્ચાર્જ બીએમ સંદિપ કુમારે કહ્યું હતું કે, પાંચ રાજ્યોમાં ભાજપ કે RSS જીતનો દાવો પણ કરી શકે તેમ નથી. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત કરી હતી. ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં રૂપિયા વગર કામ થતું નથી. ગુજરાતની સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી જ ચાલે છે. ગુજરાતમાં સરકારી કોન્ટ્રાકટમાં 50 ટકા કમિશન લેવામાં આવે છે. છત્તીસગઢ, રાજસ્થાનમાં અમારી સરકાર ફરી બની રહી છે. તેલંગણામાં અદાણીના રૂપિયાથી અમારા MLAને ખરીદી લીધા હતા. પરંતુ તેલંગણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post