• Home
  • News
  • રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા, અટકાયત
post

પોલીસે આર્મ્સ એકટ કલમ 25(1-બી)–એ હેઠળ ગુનો દાખલ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:25:33

રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પૂર્વ કોર્પોરેટર સંજય ધવાને ઝડપી પાડી તેની કારની તપાસ કરતાં કારમાંથી ગેરકાયદે હથિયારો મળી આવ્યાં હતાં, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી ગેરકાયદે હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા
કોરોના સંક્રમણ અટકાવવા માટે શહેરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે પ્રદ્યુમનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર સંજય ધવા ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હતા. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી 5 કારતૂસ અને દેશી બનાવટની પિસ્તોલ ઝડપાઈ હતી, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસે હાલ તો પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી છે. આ સાથે જ ગેરકાયદે હથિયારો જપ્ત કર્યાં છે. પોલીસે આર્મ્સ એકટ કલમ 25(1-બી)એ અને આઇ.પી.સી. કલમ 188 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post