• Home
  • News
  • 8 વર્ષની બાળકીનું ગેંગરેપ વિથ મર્ડર:રાજકોટમાં 3 નરાધમે વારફરતી બાળકીને પીંખી, પથ્થરથી માથું છૂંદી મોતને ઘાટ ઉતારી, એક તો બાળાના પિતાનો મિત્ર
post

મોટા પથ્થર વડે બાળકીના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે વારાફરતી પથ્થરના ઘા મારી ગંભીર ઈજાઓ કરી બાળકીનું મોત નિપજાવી ફરાર થઇ ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 18:56:36

રાજકોટ: રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકી તેના પિતાને બનાવ અંગે જાણ કરશે તેવા ભયથી બાળકીનું મોત નિપજાવવાનું નક્કી કરી પથ્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઉલ્લેખનયી છે કે, પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીનાં પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બાળકીના મોતને લઈ પોલીસને મહત્ત્વની કડી મળી
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલી ઝાડી ઝાંખરામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. જે બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને મહત્ત્વની કડી મળી હતી. જેમાં મિથિલેશ નામનો શખસ બાળકીને લઈ જતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. જેના આધારે પ્રથમ તેની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેંગરેપ તેમજ પોક્સોની કલમો હેઠળ વધુ તપાસ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ (ઉ.24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.38) અને ઉત્તરપ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.25)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મિથિલેશને વિરમગામથી, ભરતને રાજસ્થાનથી અને અમરેશ ઉર્ફે બ્રિજેશને રાજકોટથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે પ્રથમ આ બનાવમાં અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની અલગ અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેય આરોપીઓએ બાળકી ઉપર નજર બગાડી
પકડાયેલા આરોપીઓ પૈકી મિથિલેશ તથા ભરત મીણા બંને એક જ કારખાનામાં નોકરી કરતા હતા. તેઓ લક્ષ્મીનગર શેરી નંબર-2માં જ રહેતા હતા. મૃતક બાળકી પણ પરિવાર સાથે લક્ષ્મીનગર શેરી નંબર-2માં રહેતી હતી. આરોપીઓ તેમજ બાળકીના પિતા એકબીજાથી પરિચિત હોવાના કારણે એક-બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર હતો. જેથી મિથિલેશ, ભરત તથા અમરેશે બાળકી ઉપર નજર બગાડી હતી. આ પૈકી મિથિલેશ બાળકીને લલચાવી ફોસલાવી ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં અગાઉથી ભરત તથા અમરેશ હજાર હતા. ત્રણેય આરોપીઓએ સાથે મળી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત પોલીસ પૂછપરછમાં આપી હતી અને તે મેડિકલ રિપોર્ટમાં પણ પુરવાર થયેલું છે.

મોટા પથ્થર વડે બાળકીનું માથું છૂંદી નાખ્યું
પ્લાન મુજબ આરોપી મિથિલેશ સાંજના અંધારાના સમયે બાળકીને વસ્તુ અપાવવાના બહાને લલચાવી-ફોસલાવી રેલવે સ્ટેશન પાસે અવાવરું જગ્યા પર લઈ ગયો હતો. મિથિલેશે બાળકીનું મોઢું દબાવી અને અગાઉથી પ્લાન મુજબ હાજર ભરત તથા અમરેશ આવી જતા ત્રણેય આરોપીઓએ બાળકીને ઉપાડી ઝાડી-ઝાંખરામાં અંદર લઈ ગયા અને ત્યાં ત્રણેય શખસોએ વારાફરતી બાળકી સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું અને જો બાળકીને જીવતી રહેવા દેશે તો તેના પિતાને આ બનાવની જાણ કરશે તે ડરના કારણે ત્રણેય આરોપીઓએ ત્યાં પડેલા મોટા પથ્થર વડે બાળકીના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે વારાફરતી પથ્થરના ઘા મારી ગંભીર ઈજાઓ કરી બાળકીનું મોત નિપજાવી ફરાર થઇ ગયા હતા.







adv

Related News

post
post
post
post
post
post
post