• Home
  • News
  • ગલતેશ્વર મંદિર નજીક તાપીમા ઝંપલાવી યુવતીએ જીવન ટૂંકાવ્યુ, બ્રિજ પરથી મોપેડ બેગ મળ્યા
post

બીજી તરફ યુવતીને તાપી નદીમાં પડતા જોઈ ત્યાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:07:57

સુરતના કામરેજ નજીક આવેલા ગલતેશ્વર પાસે તાપી નદીમાં યુવતીએ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બ્રિજ ઉપર મોપેડ અને બેગ મૂકી આપઘાત કર્યો
કામરેજના ગલતેશ્વર નજીક બ્રિજ ઉપરથી એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવતીએ બ્રિજ ઉપર આવી પોતાની મોપેડ અને બેગ મૂકી તાપી નદીમાં તે કુદી પડી હતી. બીજી તરફ યુવતીને તાપી નદીમાં પડતા જોઈ ત્યાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.

ફાયર વિભાગે યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો
સ્થાનિકો દ્વારા આ બનાવવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ યુવતી કોણ હતી અને તેણીએ શા માટે આપઘાત કર્યો છે. તે સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post