• Home
  • News
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, આ દિવસોમાં ઘટશે ઠંડી-વાતાવરણમાં આવશે પલટો
post

આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૪.૬ ડિગ્રી નોંધાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 09:21:42

રાજ્યભરમાં ઠંડીથી લોકો થર થર કાંપી રહ્યાં છેહવામાન ખાતાએ સરહદી કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે. પરંતુ હાલમાં તો સમગ્ર રાજ્યમાં લોકો ઠંડીના કોપ સામે કેમ રક્ષણ મેળવવું તેના ઉપાય શોધવામાં પડી ગયા છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં . ડિગ્રી નોંધાઈ હતી. રાત્રે તો ઠીક દિવસે પણ સખ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે પવનની ગતિ વધુ રહેવાના કારણે લોકોએ ઠારની સ્થિતિ અનુભવી હતી.

 

પોષ માસની કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે તો સ્વભાવિક રીતે લઘુત્તમ તાપમાન ઘણું બધું નીચું જાય છે. તેના કારણે અતિશય ઠંડી વર્તાઈ રહી છે. આજે સવારથી વેગીલા પવનના કારણે સખત ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. આખો દિવસ લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્વોને આકરી ઠંડીથી પરેશાની ભોગવવી પડી હતી.ઠંડીની આડઅસર રૂપે શરદી, ઉધરસ અને તાવના દર્દી ઘરે ઘરે થઈ પડયાં છે. ખાનગી તબીબોના ક્લિનિક અને ડિસ્પેન્સરી દર્દીઓથી ઉભરાઈ રહી છે. લાખ ઉપાય કરવા છતાં પણ શરદી અને ઉધરસ બંધ થતા નહીં હોવાની લોકોની વ્યાપક ફરિયાદ રહી છે.

 


ક્યાં કેટલી ઠંડી

નલિયા             0.

કેશોદ              0.

રાજકોટ           0.

ભૂજ                ૦૯.0

ગાંધીનગર      0૯.0

સુરેન્દ્રનગર     ૧૦.0

અમરેલી          ૧૦.0

મહુવા             ૧૦.

કંડલા પોર્ટ       ૧૦.0

કંડલા એરપોર્ટ  ૧૦.

દીવ                ૧૧.

ડીસા               ૧૧.

ભાવનગર       ૧૧.

વી.વી.નગર    ૧૧.

વડોદરા          ૧૧.

અમદાવાદ     ૧૨.

 

૨૪મી સુધી ઠંડીહવામાનમાં પલટા સાથે માવઠાની શક્યતા

આગામી દિવસોમાં હજુ પણ તા.૨૪ સુધીમાં સખત ઠંડી પડે. ઠંડીના ચમકારા વધે. તા.૨૦ થી ૨૨માં વાદળ-વાયુ રહે. જેના લીધે ઠંડીમાં વધ-ઘટ રહે. તા.૨૬ થી ૩૧માં પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ કચ્છ તથા રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતા રહે. અરસામાં લઘુત્તમ તાપમાન વધે અને ઠંડીની અસર ઘણી ઓછી થાય. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય તેમજ કમોસમી વરસાદ અને કરાં પડવાની શક્યતા રહે. એટલે હાલમાં ઠંડીના ચમકારા બાદ પુનઃ માસના અંતિમ દિવસોમાં ઠંડી ઘણી ઘટી જાય અને હવામાનમાં પલટો આવે, તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post