• Home
  • News
  • રાજકોટના ગોંડલમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ, રાજ્યના 31 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી
post

ઝાલોદમાં 15, કડાણામાં 13, ગરબાડા, કાલાવડ લાલપુર અને ખેડબ્રહ્મામાં 10-10 મિમિ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 12:00:41

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 2.72 ઈંચ પડ્યો છે. જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ 15 મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 35 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

5 મિમિથી 15 મિમિ સુધીનો વરસાદ
રાજ્યના 19 તાલુકામાં 5 મિમિથી 15 મિમિ સુધી વરસાદ પડ્યો છે. જેમાં ઝાલોદમાં 15 મિમિ, કડાણામાં 13 મિમિજ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં 10-10 મિમિ, સંતરામપુરમાં 8 મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં 7 મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં 6 મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદરડા અને ચોટીલામાં 5 મિમિ વરસાદ પડ્યો છે.

રાજ્યના 19 તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ(મિમિમાં)

રાજકોટ

ગોંડલ

68

દાહોદ

ઝાલોદ

15

મહીસાગર

કડાણા

13

દાહોદ

ગરબાડા

10

જામનગર

કાલાવડ

10

જામનગર

લાલપુર

10

સાબરકાંઠા

ખેડબ્રહ્મા

10

મહીસાગર

સંતરામપુર

8

ગીરસોમનાથ

ગીર ગઢડા

7

જુનાગઢ

ભેંસણ

7

જુનાગઢ

માળીયા

7

પોરબંદર

રાણાવાવ

7

જામનગર

ધ્રોલ

6

જામનગર

જામજોધપુર

6

અમરેલી

ખાંભા

5

દાહોદ

સંજેલી

5

જામનગર

જોડિયા

5

જુનાગઢ

મેંદરડા

5

સુરેન્દ્રનગર

ચોટીલા

5

 

adv

Related News

post
post
post
post
post
post
post