• Home
  • News
  • ટ્રેલર / હિમેશ રેશમિયા ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં એક તરફી પ્રેમમાં પડેલો જોવા મળ્યો
post

આ ફિલ્મથી ઈન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલે પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 10:43:58

મુંબઈઃ હિમેશ રેશમિયાની ફિલ્મહેપ્પી હાર્ડી એન્ડ હીરનું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિમેશ સરદારજી તથા બિઝનેસમેન એમ બે રોલ ભજવતો જોવા મળશે. ફિલ્મથી ઈન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલે પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું છે.


શું છે ટ્રેલરમાં?
હેપ્પી પોતાની નાનપણની મિત્ર હીરના (સોનિયા માન) પ્રેમમાં હોય છે. જોકે, હીર, હેપ્પીને નહીં પરંતુ તેના જેવા દેખાતા રોકસ્ટાર હાર્ડીના પ્રેમમાં હોય છે. ફિલ્મમાં વિદેશના સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાંતેરી મેરી કહાનીતથાઆશિકી મૈં તેરીજેવા ગીતો પણ છે. બંને ગીત રાનુ મંડલે ગાયા છે. ટ્રેલરની શરૂઆત રાનુ મંડલના ગીતથી થાય છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં રેલવે સ્ટેશન પર રાનુ મંડલ દિગ્ગજ સિંગર લતા મંગેશકરનું ગીતએક પ્યાર કા નગ્મા હૈંગાઈને રાતોરાત લોકપ્રિય થયાં હતાં.


સંગીત હિમેશે આપ્યું છે
ફિલ્મમાં સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. જ્યારે હિમેશ રેશમિયા, દીપશિખા દેશમુખ તથા સબિતા માણકચંદે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર રાકા છે. ફિલ્મને લઈ હિમેશે કહ્યું હતું કે ઘણી સુંદર લવ સ્ટોરી છે. ફિલ્મમાં હરપ્રીત સિંહ લાંબાની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે આસપાસ જોતા હોઈએ છીએ કે છોકરો કે છોકરી ફ્રેન્ડ તરીકે સાથે હોય છે પરંતુ તેઓ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના પ્રપોઝલનો સ્વીકાર કરતાં નથી. આવું ફિલ્મમાં હેપ્પી એટલે કે હરપ્રીત સાથે થાય છે. સોનિયા માન ફિલ્મમાં લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું છે.

 

હિમેશ વ્યસ્ત હોવાથી ફિલ્મની રિલીઝ ડેટ ચેન્જ કરી
પહેલાં ફિલ્મ ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. જોકે, હવે ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થશે. અંગે હિમેશે કહ્યું હતું કે તે ટીવી રિયાલિટી શોઈન્ડિયન આઈડલમાં જજ બનતા તેની પાસે પ્રમોશન કરવાનો સમય રહ્યો નહોતો. ફિલ્મના તમામ ગીતો ચાહકોને ઘણાં પસંદ આવ્યા છે અને તે મ્યૂઝિક કોન્સર્ટ કરવા ઈચ્છતો હતો અને તેથી ફિલ્મની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post