• Home
  • News
  • પતિ-પત્નીના ઝઘડામાં અન્ય યુવતી સોશિયલ મીડિયા પર બદનામ થઈ, પત્નીએ ઇન્સ્ટાગ્રામમાં બીભસ્ત મેસેજ મોકલ્યા
post

પત્નીએ પતિ સાથે ઝઘડો થતાં પતિની મહિલા મિત્રના ફોટો સ્ટેટસમાં મૂકી ગાળો લખી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 12:16:56

શહેરમાં રહેતા યુવકની રાજસ્થાનની યુવતી સાથે લગ્ન થયાં, પણ પારિવારિક ઝઘડાઓને કારણે તેની પત્ની પિયર રહેતી હતી, પરંતુ આ ઝઘડાએ અન્ય યુવતીને પરેશાન કરી મૂકી છે. પત્નીએ પતિની સાથે મિત્રતા ધરાવતી યુવતી અને તેના ફિયાન્સને ગાળો લખીને પરેશાન કરી મૂક્યાં છે. આ સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે, જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પત્ની યુવતીના ફિયાન્સની સાથે તેની માતાને પણ મેસેજ મોકલતી
ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર રહેતી અને વસ્ત્રાપુરમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતી 29 વર્ષીય યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં તેના મિત્રની પત્ની સામે ફરિયાદ કરી છે કે તેના મિત્રને તેની પત્ની સાથે કૌટુંબિક તકરાર થઈ હતી, જેને લઈ પત્નીએ તેના પતિ વિરુદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. આ તકરારને પગલે અવારનવાર બે વર્ષથી ગંદી અને બીભસ્ત ભાષામાં યુવતી, તેની માતા અને ફિયાન્સના મોબાઈલ પર મેસેજ કરી હેરાન કરતી હતી. જ્યારે પણ ફોન અને મેસેજ આવે ત્યારે એને બ્લોક કરતી હતી.

સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
4
ડિસેમ્બરના રોજ યુવકની પત્નીએ તેના પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર યુવતીનો ફોટો મૂકી તેની પર નામજોગ બીભસ્ત ભાષામાં મેસેજ કર્યો હતો. ચાર દિવસ પહેલાંના યુવતીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ તેના ઈન્સ્ટાગ્રામ આઈડીથી બીભસ્ત ભાષામાં મેસેજો કરેલા હતા. આ હરકતને લઈ યુવતીએ મહિલા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post