• Home
  • News
  • પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે
post

કતારગામ PHCના લેબ ટેક્નિશિયનનું‘કોરોના સે ડરો ના’ અભિયાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:15:20

સુરત. પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણ પોતે કેન્સરગ્રસ્ત હોવા છતાં હાલમાં કતારગામ આશ્રય નજીકના પીએચસીમાં શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યા છે. ત્યાં લોકોને સાંત્વના આપતા તેઓ કહે છે, ‘મને કેન્સર હોવા છતાં હું તમારા એક ગંભીર બિમારીના સેમ્પલ લઉં છું’. પોતે કેન્સર પીડિત હોવા છતાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ પર આવી પ્રજા માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. આ સેવકની કતારગામ સહિત શહેરભરમાં પ્રસંશા થઈ રહી છે.

પીપીઈ સૂટની ડિઝાઈન પ્રમાણે કોઈ વ્યક્તિ આ સૂટમાં વધુ સમય રહી શકે નહીં
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય લોકો કરતા કેન્સર પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઓન્કો તબીબ વાઈરલ ઇન્ફેક્શનથી બચવા વારંવાર ટકોર કરતાં હોય છે પણ સંકટ સમયને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપ્રેમ નિભાવવા અગત્યની ફરજ મળી તે બદલ ગર્વ અનુભવું છું. પરિવાર ચિંતિત પણ મનોબળ આપે છે લેબ ટેક્નિશિયન કહે છે, આ માટે મારો પરિવાર ચિંતામાં રહેતો હોય છે. જોકે, પરિવાર એજ્યુકેટ હોવાથી મારી સ્થિતિ સમજે છે અને સહકાર સાથે મનોબળ પુરુ પાડે છે. આ કામથી ભય નથી પણ પીપીઈ શુટ પહેર્યા બાદ એક દર્દી તરીકે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પીપીઈ સૂટની ડિઝાઈન પ્રમાણે કોઈ વ્યક્તિ આ સૂટમાં વધુ સમય રહી શકે નહીં.


સારવાર રદ કરી ફરજ પર હાજર થયા, સરેરાશ 25 સેમ્પલ લે છે
લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણને કરોડજ્જુ પાસે કેન્સર છે. આ બિમારી સામે ચાર વર્ષથી તેઓ ફાઈટ આપી રહ્યા છે. મોટા ભાગની સારવાર પુરી કરી લીધી છે. જોકે, ઓન્કો ડોક્ટર્સ પાસે નિદાન માટે ફોલોઅપ ચાલુ છે. મુંબઈની હોસ્પિટલમાં અપોઈન્ટમેન્ટ રદ કરી તેઓ નિયમિત ફરજ પર હાજર થઈ રહ્યા છે અને સરેરાશ 25 જેટલા લોકોના કોરોના સેમ્પલ લે છે. આ માટે ઉચ્ચ અધિકારીઓ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે

 

adv

Related News

post
post
post
post
post
post
post