• Home
  • News
  • બોસ્કી BJPમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ: પરમાર
post

પરમારે કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-11 10:26:25

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષના નેતાઓથી નારાજ છે. સોમવારે નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને બોલાવતાં ગોવિંદ પરમાર ખૂબ ગિન્નાયા છે.

ગોવિંદ પરમારે જણાવ્યું કે પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જો બોસ્કી ભાજપમાં આવશે તો તેઓ કોંગ્રેસમાં જતા રહેશે. પરમાર સોમવારે જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓએ બોસ્કી અંગે પંકજ દેસાઇ સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે કોઇ કામ અર્થે મળવા બોસ્કી નડિયાદ આવ્યા ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં જોડાઇ ગયા હતા, અન્ય કોઇ વાત નથી. પરંતુ મને ખબર છે કે તેમને ભાજપમાં લાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. પરમારે કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી. હજુ કોંગ્રેસના કેટલાંય નેતાઓ સાથે મારે મિત્રતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post