• Home
  • News
  • કોરોનાથી લડવા IG હરેક્રિષ્ણા પટેલ સુરત આવ્યા, બે ડેપ્યુટી ક્લેકટરની પણ નિમણૂંક કરાઇ
post

બંને ડેપ્યુટી કલેકટર 30મી મે સુધી સુરતમાં કામગીરી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:03:06

સુરત: પુર્વ જોઈન્ટ પોલીસ કમિશનર હરેક્રિષ્ણા પટેલની સુરતમાં ફરીથી પોસ્ટીંગ કરાઈ છે. હાલમાં કોરોનાના માહોલમાં પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને મદદ કરશે.


હરેક્રિષ્ણા પટેલ હાલમાં ગાંધીનગર ખાતે એડમિનિસ્ટ્રેશનમાં આઈજી હતા. તેઓને હાલમાં સુરતમાં કોરોનાના કારણે લાગુ કરાયેલ લોકડાઉનમાં સુરત પોલીસ કમિશનરના મદદ માટે ખાસ એટેચ ટ્રાંસફર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હરેક્રિષ્ણ પટેલ સુરતમાં ડીસીપી તરીકે અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને સુરતના ભોગોલિક-સામાજીકનો સ્થિતિનો પૂરો ખ્યાલ છે.


બંને ડેપ્યુટી કલેકટર 30મી  મે સુધી સુરતમાં કામગીરી કરશે
કોરોનાવાયરસ ના શહેર પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટી કલેકટરની સુરત શહેરમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરા સરદાર સરોવર પુનર્વસન એજન્સીના નાયબ કમિશનર બી.એસ.પટેલ તથા ગુજરાત ગ્રામ ગૃહ ઉદ્યોગ ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર બીઆર આહિરની સુરતમાં નિમણુંક કરાઇ છે. આ બંને ડેપ્યુટી કલેકટરને 30 મે સુધી સુરતમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post