• Home
  • News
  • કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદમાં, ગોતાના વસંતનગરની મુલાકાત લીધી, ધનવંતરી રથની સમીક્ષા કરી
post

જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની કેન્દ્રીય આરોગ્ય ટીમ અમદાવાદ પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:25:49

અમદાવાદ: દેશ અનલોક-1 લાગૂ કરવામાં આવ્યા બાદ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે વકરી છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકતે જઇ રહી છે. જેના ભાગરૂપે કેન્દ્રના આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. આ ટીમ આરોગ્ય કમિશનર સહિતના અધિકારી સાથે બેઠક કરશે. કેન્દ્રની આરોગ્ય ટીમે ગોતાના વસંતનગરની મુલાકાત લીધી હતી. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.

કોરોનાની સ્થિતિનો તાગ મેળવશે
સવારે 9 વાગ્યે હયાત હોટલમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ આરોગ્ય કમિશનર, મ્યૂનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવશે. બેઠક બાદ કન્ટેઇનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધનવંતરી રથની મુલાકાત લેશે. કેન્દ્રની ટીમ શહેરની હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આજે મુલાકાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post