• Home
  • News
  • સચિન પાયલટના જન્મથી અત્યાર સુધી 43 વર્ષમાં કોંગ્રેસ, ભાજપ અને જનતા દળથી ટૂટીને 87 પાર્ટીઓ બની પરંતુ માત્ર 25 જ બચી, 62નું અસ્તિત્વ નથી
post

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું, 43 વર્ષના પાયલટ અલગ પાર્ટી બનાવે તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 11:23:28

રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વધી ગઈ છે. કોંગ્રેસની અશોક ગેહલોત સરકારમાં ડેપ્યૂટી સીએમ રહેલા સચિન પાયલટને પાર્ટીએ પદ પરથી હટાવી દીધા છે. બીજી બાજુ સચિને પણ સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. તેમણે 30 ધારાસભ્યોનું સમર્થન હોવાનો પણ દાવો કર્યો છે.

આ સંજોગોમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ તેમની નવી પાર્ટી બનાવી શકે છે. જોકે દેશના રાજકીય ઈતિહાસમાં એવું ખૂબ ઓછું થયું છે કે, અલગ પાર્ટી કે નેતા તેમનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થાય. સચિનનો 1977માં જન્મથી અત્યાસુધીની 43 વર્ષના રાજકારણમાં જોઈએ તો આ દરમિયાન કોંગ્રેસ, ભાજપ અને જનતાદળ જેવી મોટી પાર્ટીઓમાંથી ટૂટી 87 પાર્ટીઓ બની છે, પરંતુ માત્ર 25 જ તેમનું અસ્તિત્વ ટકાવી શકી છે. તેમાં પણ મોટા ભાગની નાની-મોટી પાર્ટીઓ જ છે. આ સંજોગોમાં સચિન પાયલટના રાજકીય સફર પર સૌની નજર અટકી છે.

જનતાદળ અને જેડીયુમાંથી ટૂટીને બનેલી 22 પાર્ટીઓમાંથી 16 સક્રિય
જનતાદળનો અતીત હંમેશાથી મતભેદો ભરેલો રહ્યો છે. એકજૂથતાની જગ્યાએ હંમેશા ઝઘડા જોવા મળ્યા છે. જોકે જનતાદળ એવી પાર્ટી રહી છે કે, જેનાથી અલગ થનાર નેતાઓને હંમેશા ફાયદો જ થયો છે. તેમાં લાલુ, મુલાયમ, રામવિલાસ પાસવાન, નીતિશ કુમારથી લઈને અજીત સિંહ અને નવીન પટનાયક જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે.

અલગ થયેલી આ પાર્ટીઓ સક્રિય
જેડી-યૂ, સપા, એલજેપી, આરજેડી, બીજેડી, આઈએનએલડી, જેડી-એલ, આરએલએસપી, સોશિયાલિસ્ટ જનતા દળ, હિન્દુસ્તાન અવામ મોર્ચા (જીતનરામ માંઝી), જન અધિકાર પાર્ટી (પપ્પૂ યાદવ), પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી, જનનાયક જનતા પાર્ટી, લોકતાંત્રિક જનતા દળ અને સમાજવાદી જનતા પાર્ટી.

આ પાર્ટીઓ અસ્તિત્વમાં નથી: જનતાદળ ગુજરાત, જનતા દળ અજિત, સમતા પાર્ટી, લોકશક્તિ પાર્ટી
ભાજપથી ટૂટીને 17 પાર્ટીઓ બની, કોઈ પણ તેમનું અસ્તિત્વ ન ટકાવી શકે
કમળવગર ન ખીલી શક્યા આ દિગ્ગજો

·         કલ્યાણ સિંહ જનક્રાંતિ પાર્ટી

·         ઉમા ભારતી જનશક્તિ પાર્ટી

·         કેશુભાઈ પટેલ જીપીપી

·         બાબૂલાલ મંરાડી જેવીએમ

 

adv

Related News

post
post
post
post
post
post
post