• Home
  • News
  • રાજ્યમાં કોંગ્રેસને રાજ્યસભાની પાંચ, ભાજપને છ બેઠકો મળશે
post

ભાજપની સરકાર બન્યા બાદ પહેલી વાર ફેરફાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 11:38:11

ગાંધીનગરઃ 1995માં સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સત્તાસ્થાને આવ્યા બાદ આ વખતે પહેલીવાર ભાજપની રાજ્યસભા બેઠકો ખૂબ ઘટી જશે, જ્યારે કોંગ્રેસની બેઠકો વધીને પાંચ થઇ જશે. આ અગાઉ ક્યારેય એક સમયે ગુજરાતમાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદોની સંખ્યા ત્રણથી વધી ન હતી. હવે જ્યારે ચૂંટણીપંચે ગુજરાતમાંથી એપ્રિલમાં ખાલી પડનારી ચાર બેઠકો માટેની ચૂંટણી 26 માર્ચે જાહેર કરી છે, ત્યારે ધારાસભ્યોની સંખ્યા અનુસાર બન્ને પાર્ટીને બે-બે બેઠકો મળશે.

રાજ્યસભાના કુલ 11 સાંસદો ભાજપના
ખાલી પડનારી ચાર બેઠકો પૈકી ભાજપના ત્રણ સાંસદો લાલસિંહ વડોદીયા, ચુનીભાઇ ગોહિલ અને શંભુપ્રસાદ ટુંડિયા જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે. આ વખતે ભાજપ તડજોડ કરીને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવવાના મૂડમાં નથી. આથી રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાવા જરૂરી મતોની સંખ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસને સરખી બેઠકો મળશે. આમ આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી રાજ્યસભાના કુલ 11 સાંસદોમાં ભાજપના છ અને કોંગ્રેસના પાંચ સભ્યો રહેશે. ચૂંટણીપંચે આ ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ જાહેર કરી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post