• Home
  • News
  • ઘરકંકાસનું પરિણામ: બે બહેનપણીઓ ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવા ગઈ
post

42 અને 28 વર્ષની પરિણીતાને સંતાનો છતાં ઘરબાર છોડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 11:05:37

સુરત: વરાછામાં રહેતી બે બહેનપણીઓએ દોઢેક મહિના પહેલા સાંસારિક જવાબદારી છોડીને અલગ ભાડાના મકાનમાં સાથે રહેવા લાગતા વરાછામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ બંનેમાં એક મહિલા 42 વર્ષની છે અને બીજી મહિલા 28 વર્ષની છે. 42 વર્ષની મહિલાને તો પતિ કેટલીક વખત મારઝુડ કરતો હતો પરંતુ 28 વર્ષની મહિલાને પારિવારીક કોઈ સમસ્યા નહતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દોઢેક મહિના પહેલા વરાછાની મોહિની ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેનો પરિવાર તેને શોધતો હતો ત્યારે એક સિવણ ક્લાસમાં પણ તપાસ કરી હતી ત્યારે ખબર પડી કે સ્નેહા પણ ગુમ છે. બંનેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બંનેના ગુમ થવાની ફરિયાદ દાખલ કરાઈ હતી.

તપાસ દરમિયાન બંનેને પોલીસે કામરેજમાંથી શોધી કાઢ્યા. બંનેની પૂછપરછ કરીને જવાબ લેતા બંનેએ સંસારનો ત્યાગ કરીને હવે બંને બહેનપણીઓ એકલી જ સાથે રહેશે એવું પોલીસ ચોકીમાં સ્પષ્ટ જવાબ લખાવ્યો હતો. મોહિનીને તેનો પતિ ઘણી વખત મારઝુડ કરતો હતો. તેથી સંસારમાંથી મન ઉઠી ગયું.

ત્યારે સ્નેહાને પતિ કે સાસરિયાઓનો કોઈ ત્રાસ નથી છતા પતિ અને સંતાનને છોડીને મોહિની સાથે રહેવા લાગી છે. બંનેના પરિવારજનોએ પોલીસ ચોકીમાં તેમને ખુબ મનાવ્યા પરંતુ તેઓ તેમના વિચારથી પાછા ફર્યા નહતા. કામરેજમાં ભાડાના મકાનમાં રહીને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. બંને મહિલાઓ પરિવારને ત્યજીને સાથે રહેતી હોવાથી વરાછા વિસ્તારમાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

2 મહિના પહેલા સિવણ કલાસમાં ભેટો થયો
વરાછામાં 42 વર્ષિય મોહિની(નામ બદલ્યું છે)પતિ અને બે સંતાનો સાથે રહેતી હતી. તેનો પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. મોહિની પોતે સિવણ ક્લાસમાં જતી હતી. મોહિની જે સોસાયટીમાં રહે છે તેના થોડા અંતરે આવેલ અન્ય એક સોસાયટીમાં 28 વર્ષિય સ્નેહા( નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ અને એક સંતાન છે. સ્નેહાનો પતિ કાપડનો વેપાર કરે છે. સ્નેહા પણ સિવણ ક્લાસમાં જતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post