• Home
  • News
  • OSCAR 2023માં ભારતની 5 ફિલ્મોની એન્ટ્રી, આ ગુજરાતી ફિલ્મ પર સૌથી વધુ આશા
post

ધ કાશ્મીર ફાઇલ્સ, કંતારા, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી અને છેલ્લો શો ઓસ્કારની લિસ્ટમાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 20:00:58

ધ કાશ્મીર ફાઇલ્સ કે જે 2022માં તેની લોકપ્રિયતાને લીધે સમાચારોમાં રહી હતી. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ થઇ છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ પણ એક છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર મૂકી માહિતી આપી હતી.

ધ કાશ્મીર ફાઈલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે. એ ઉપરાંત પણ પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર, જેઓ ધ કશ્મીર ફાઇલ્સના કલાકારો છે, બધાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દિગ્દર્શકના મતે, આ માત્ર શરૂઆત છે. હજુ મંઝીલ ઘણું આગળ વધવાનું છે.

કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 2022માં રિલીઝ થઈ હતી. તે એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા મહાન અભિનેતા- અભિનેત્રીઓના મહત્વના રોલ હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. રાજકારણીઓએ પણ કાશ્મીર ફાઇલોને નિશાન બનાવ્યું હતુ. તેને પ્રોપેગન્ડા ફિલ્મનું ટેગ પણ અપાયું હતુ. કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાત પર રજુ થયેલી ફિલ્મ છે. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેણે ભારતમાં 252 કરોડ અને વિશ્વભરના બજારમાં 341 કરોડનું કલેક્શન કર્યું. કાશ્મીર ફાઇલ્સ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.

ભારતની પાંચ ફિલ્મો કે જે ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
ધ કાશ્મીર ફાઇલ્સ, કંતારા, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી અને છેલ્લો શો જેવી ફિલ્મો આ વખતે ઓસ્કારમાં ભારત તરફથી ડંકો વગાડશે. જેમાં 2022માં RRR પણ એક મોટા બજેટની ફિલ્મ હતી અને તેને પણ દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. એ સિવાય જો કંતારા ફિલ્મની વાત કરવામાં આવે તો એ પણ એક રેકોર્ડ કમાણી કરનારી ફિલ્મ બની હતી. હવે આ ફિલ્મો ઓસ્કાર માટે જુદી-જુદી કક્ષાએ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.  આ ઉપરાંત અન્ય ફિલ્મો પણ પહેલા શોર્ટલિસ્ટ થયેલી છે જેમાં મરાઠી ફિલ્મ મી વસંતરાવ અને તુજ્યા સાથી કહી હી, આર માધવનની "રોકેટરી: ધ નામ્બી ઇફેક્ટ", "ઇરાવિન નિઝાલ" અને કન્નડ ફિલ્મ "વિક્રાંત રોના" જેવી ફિલ્મો આ યાદીની સૂચીમાં સામેલ થયેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post