• Home
  • News
  • ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી
post

આધાર એક્ટની માન્યતા પર ચુકાદો ન આવે ત્યાં સુધી પાનકાર્ડ અમાન્ય ગણાશે નહીં: હાઇકોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:32:48

અમદાવાદહાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. ચુકાદો આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં.
સુપ્રીમમાં ફેંસલો બાકી હોવાથી લાગુ કરી શકાય


હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઇ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં. તેથી આધાર સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો આઇ.ટી વિભાગનો નિર્ણય ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાતા તેમનું પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનનો નિયમ ફરજિયાત બનાવી શકે નહીં. તેવું હાઇકોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post