• Home
  • News
  • સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ; છેલ્લા 13 એન્કાઉન્ટરમાં 41 આતંકી ઠાર મરાયા
post

સિક્યોરિટી ફોર્સે સરેન્ડર કરવાની તક આપી, પણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:14:19

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરી અથડામણ ચાલી રહી છે. સોપોરના હર્દશિવા વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાના ઈનપુટ મળતા સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓને સરેન્ડર કરવાની તક પણ આપી હતી, પણ તેમને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

આ મહિને આ 14મું એન્કાઉન્ટર છે. છેલ્લા 13 એન્કાઉન્ટરમાં 41 આતંકી ઠાર મરાયા છે. બે દિવસ પહેલા પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા હતા.

જમ્મુમાં છેલ્લા 13 એન્કાઉન્ટર

તારીખ

સ્થળ

આંતકી ઠાર મરાયા

1 જૂન

નૌશેરા

03

2 જૂન

ત્રાલ(પુલવામા)

02

3 જૂન

કંગન(પુલવામા)

03

5 જૂન

કાલાકોટ(રાજૌરી)

01

7 જૂન

રેબન(શોપિયા)

05

8 જૂન

પિંજરો(શોપિયા)

04

10 જૂન

સૂગુ(શોપિયા)

05

13 જૂન

નિપોરા(કુલગામ)

02

16 જૂન

તુર્કવંગમ(શોપિયા)

03

18-19 જૂન

અંવતીપોરા અને શોપિયા

08

21 જૂન

શોપિયાં

03

23 જૂન

બંદજૂ(પુલવામા)

02

કુલ 41

4 મહિનામાં 4 આતંકી સંગઠનોના સરગના ઠાર 
ગત રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે હિજબુલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાંથી એક હિજબુલનો સરગના હતો. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, 4 મહિનામાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન અને અંસાર ગજવત-ઉલ હિન્દના સરગના ઠાર મરાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post