• Home
  • News
  • લદાખમાં ચીનની છેતરપિંડીમાંથી બોધપાઠ- સશસ્ત્ર દળોને રૂ. 300 કરોડની ખરીદીનો વિશેષાધિકાર અપાયો
post

સેનાના આધુનિકીકરણ વચ્ચે આવતી મુશ્કેલી દૂર કરવાનું શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:14:04

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચેનો તણાવ ભલે ઘટી ગયો, પરંતુ ચીન પ્રત્યેના અવિશ્વાસની ભાવના ચરમસીમાએ છે. તેની અસર સરકાર અને સેનાના હાલના નીતિગત નિર્ણયોમાં પણ દેખાઈ રહી છે. બુધવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે સશસ્ત્ર દળોને રૂ. 300 કરોડ સુધીની સંરક્ષણ ખરીદીના વિશેષાધિકાર આપ્યા છે.

સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણયનું મહત્ત્વ જણાવતા કહ્યું કે, આ નિર્ણયથી સેનાને ખરીદીમાં લાગતો સમય ઘટી જશે. એટલું જ નહીં, મહત્ત્વનો શસ્ત્રસરંજામ એક વર્ષની અંદર મળી જશે. ખરીદી સંબંધિત ચીજોની સંખ્યાને લઈને કોઈ મર્યાદા નથી, પરંતુ ઈમર્જન્સી કેટેગરી હેઠળ પ્રત્યેક ખરીદી રૂ. 300 કરોડથી વધુ મૂલ્યની ના હોવી જોઈએ.

કોર કમાન્ડરની બેઠકમાં ભારતે કહ્યું- LACથી સૈનિકોની પીછેહઠ કરે ચીન
પૂર્વ લદાખમાં સેનાઓની પીછેહઠ કરવા અંગે ભારત-ચીન વચ્ચે સેનાના કોર કમાન્ડરોની વાતચીત બુધવારે સમાપ્ત થઇ. ચોથા તબક્કાની આ મંત્રણા આશરે 15 કલાક લાંબી ચાલી હતી. લદાખના ચૂશુલમાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પૂર્વ લદાખમાં 5 મે પહેલાંની સ્થિતિ બહાલ કરવામાં આવે. સરહદી સમજૂતી સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓનું પાલન કરવામાં આવે. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એલએસી પર શાંતિ અને સ્થિરતા માટે સરહદી મુદ્દાઓના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. મંત્રણા દરમિયાન એલએસી પર આવેલાં સૈન્ય ઠેકાણાં પરથી સૈનિકો અને હથિયારોને હટાવવા પર ભાર મુકાયો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post