• Home
  • News
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કોંગ્રેસના ચિન્હ સાથે ચૂંટણી લડવા અમદાવાદના 48 વોર્ડમાંથી લગભગ 1227 લોકોએ દાવેદારીના ફોર્મ ભર્યાં, પૂર્વમાં સૌથી વધારે
post

અમદાવાદ પશ્ચિમમાં આશરે 687, અમદાવાદ પૂર્વમાં 771 દાવેદારો નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 12:33:56

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે. તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસમાં મોટી સંખ્યામાં દાવેદારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોની માહિતી મુજબ, કોંગ્રેસમાં સૌથી વધારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી લોકોએ બેઠકો માટે દાવેદારી કરી છે.

કોંગ્રેસ છેલ્લા 15 વર્ષ રાજ્યમાં વિપક્ષમાં
મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા 15 વર્ષ રાજ્યમાં વિપક્ષમાં જ રહી છે, છતાં દાવેદારોએ કોંગ્રેસના ચિન્હ સાથે ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાઇ છે શહેરના 48 વોર્ડમાંથી લગભગ 1227 લોકોએ દાવેદારીના ફોર્મ ભર્યાં છે જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી ઓછા દાવેદારોએ ફોર્મ ભર્યા છે.

સરદારનગર-કુબેરનગર વોર્ડમાં 100-100 દાવેદારો મેદાને
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપએ ચૂંટણી કવાયત હાથ ધરી છે. અમદાવાદ મનપાની સેન્સ પ્રક્રિયા માટે બાયોડેટા મંગાવ્યા હતા. ત્યારે ભાજપે 3 દિવસ સુધી મનપા વિસ્તારમાં સેન્સ લીધી હતી. જેમાં દાવેદારી માટે ભાજપને ઉમેદવારોની લાઈન થઈ ચૂકી છે. અને અંદાજીત 2037 જેટલા દાવેદારોનો બાયોડેટા મળ્યા છે. જેમાં અમદાવાદ પશ્ચિમમાં આશરે 687, અમદાવાદ પૂર્વમાં 771 દાવેદારો નોંધાયા છે જેમાં માત્ર સરદારનગર અને કુબેરનગર વોર્ડમાં 100-100 દાવેદારો મેદાને આવ્યા છે સાથે કેટલાક નેતાઓ પોતાના સગા-સંબંધીઓને આપવા લોબિંગ કરી રહ્યા છે.

કોંગ્રેસમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારમાંથી લોકોએ દાવેદારીના ફોર્મ ભર્યા

વોર્ડ

દાવેદાર

ગોતા

10

ચંદલોડિયા

12

ચાંદખેડા

24

સાબરમતી

28

રાણીપ

13

નવા વાડજ

19

ઘાટલોડિયા

10

થલતેજ

12

નારણપુરા

9

સરદાર પટેલ સ્ટેડિયમ

24

સરદારનગર

17

નરોડા

15

સૌજપુર બોઘા

49

કુબેરનાગર

18

અસારવા

52

શાહીબાગ

24

શાહપુર

23

નવરંગપુરા

8

બોડકદેવ

14

જોધપુર

12

દરિયાપુર

30

ઇન્ડિયા કોલોની

28

ઠક્કરબાપા નગર

19

નિકોલ

15

વિરાટનગર

12

બાપુનગર

49

સરસપુર-રખિયાલ

56

ખાડિયા

36

જમાલપુર

40

પાલડી

14

વાસણા

15

વેજલપુર

20

સરખેજ

34

મકતમપુરા

25

બહેરામપુરા

38

દાણીલીમડા

29

મણિનગર

20

ગોમતીપુર

45

અમરાઈવાડી

31

ઓઢવ

44

વસ્ત્રાલ

17

ઇન્દ્રપુરી

17

ભાઈપુરા-હાટકેશ્વર

50

ખોખરા

30

ઇશનપુર

15

લાંભા

41

વટવા

31

રામોલ-હાથીજણ

21

 

adv

Related News

post
post
post
post
post
post
post