• Home
  • News
  • અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનો બળાપોઃ અમારી સાથે છેલ્લી ઘડીએ ગેમ થઈ ગઈ, ખોટા માણસો પર ભરોસો કર્યો
post

છેલ્લી ઘડી સુધી રથને મંદિરની બહાર કાઢવા દેવાશે તેવું કહીને અમારી સાથે વિશ્વાસઘાત કરાયોઃ દિલિપદાસજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:26:55

અમદાવાદ: ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ બુધવારે પત્રકારોને સમક્ષ રથ મંદિરની બહાર નિકળી ન શકવા મામલે બળાપો ઠાલવ્યો હતો. દિલિપદાસજીએ કહ્યું હતું કે, તેમને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા અને છેલ્લી ઘડીએ તેમની સાથે ગેમ થઈ ગઈ. તેમણે જે માણસ પર વિશ્વાસ રાખ્યો હતો અને જેની બધી વાત માની હતી તેણે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો.

મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યોઃ દિલિપદાસજી
રથયાત્રા ન નિકળવા બાબતે દિલિપદાસજીએ ભારે હૈયે પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી સાથે બહુ મોટી ગેમ થઈ ગઈ છે. હું તમને શબ્દોમાં કહી શકું તેમ નથી. પણ મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો. તમે જે કહો.. જે રીતે કહો... પણ અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી ત્યાં સુધી મહંત દિલિપદાસજીને એવું જ હતું કે રથને મંદિરના ગેટ સુધી લઈ જવાશે અને તેમણે તે મુજબ ખલાસીઓને ઈશારો પણ કર્યો હતો. પરંતુ પોલીસે રથને દરવાજા સુધી લઈ જવા ન દેતા દિલિપદાસજી તે સમયે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને અંદર ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં કોઈની સાથે ટેલિફોન પર વાત કરાવી હતી એવું મંદિરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારને રથયાત્રા કાઢવી જ હતી તો હાઈકોર્ટમાં અમને સાથે કેમ ન રાખ્યાઃ ટ્રસ્ટી
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ કહ્યું હતું કે, સરકારે અમારી સાથે મોટી રમત કરી છે.સરકારે કોઈ પણ તબક્કે અમને વિશ્વાસમાં લીધા ન હતા.આગલા દિવસે હાઈકોર્ટમાં સરકારને રથયાત્રા માટે અરજી કરવી જ હતી તો છેક મોડી સાંજ સુધી રાહ કેમ ન જોઈ. બપોરે જ અરજી કરી દીધી હોત તો સાંજ સુધીમાં નિવેડો આવી ગયો હોત. પરંતુ આ વખતે રથયાત્રા નિકળી ન શકી તે વાતનો અમને ખૂબ અફસોસ છે અને ખૂબ દુઃખ પણ છે.

તારીખ નક્કી હતી તો સરકારે કેમ આયોજનની અંગેની માહિતી સાથે કોર્ટમાં રજૂઆત ના કરી?: અમિત ચાવડા
રથયાત્રા કાઢવાનો વિવાદ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરી સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રથયાત્રાની તારીખ નક્કી હતી તો સરકારે શું કામ આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની અંગેની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ના કરી?મહંતની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post