• Home
  • News
  • લોકડાઉનમાં લગ્ન, મૂહૂર્ત સાચવવા ઘરની અગાસી પર માતા-પિતાની હાજરીમાં યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં
post

લગ્નમાં સંબંધીઓએ ઓનલાઈન આશિર્વાદ આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:08:53

સુરત: કોરોના વાઈરસના હાહાકારથી લોકડાઉનનો બીજો તબક્કો ભારતમાં શરૂ થયો છે. ત્યારે સુરતમાં લોકડાઉન વચ્ચે અનોખા લગ્ન યોજાયાં હતાં. ઘરની અગાસી પર મૂહૂર્ત સાચવવા યુગલ લગ્નના બંધને બંધાયા હતાં. માતા-પિતાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને યોજાયેલા લગ્નમાં મહેમાનોએ ઓનલાઈન વીડિયોથી જોડાઈને આશિર્વાદ આપ્યાં હતાં.  
લગ્નનું મૂહૂર્ત સાચવ્યું

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકડાઉનના કારણે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે અથવા તો મોકૂફ રહ્યાં છે. લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. આ બધી વિપદા વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા.ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા દીશાંક પુનામીયાના લગ્ન ૧૬-૦૪-૨૦૨૦ના રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી થયા હતાં. 

રાજસ્થાનમાં લગ્નનું આયોજન કરાયું હતું

૬ મહિના અગાઉ લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જઈ ધામધૂમપૂર્વક લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું આવનાર હતું. પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને ભારત લોક ડાઉન થઇ ગયું અને તેઓ રાજસ્થાન જઈ ન શક્યા.. અને આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આજે તેઓ ઘરની અગાસી પર જઈ માતા પિતાની હાજરીમાં જ લગ્નગથ્રી જોડાયાં હતાં.

તકેદારી સાથે લગ્ન કરાયાં

આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી તેઓએ માસ્ક અને ગાથ મોજા પહેરીને લગ્નની વિધિમાં બેઠા હતાં આ ઉપરાંત પરિવારજનોએ વીડિયો કોન્ફરસથી લગ્નની વિધિ નિહાળી હતી. લગ્નવિધિ દરમ્યાન માસ્ક, સેનેટાઈઝર, ગ્લવ્ઝની તકેદારી પણ લેવામાં આવી હતી.

છ મહિનાથી તૈયારી ચાલતી હતી

 ૬ મહિના અગાઉ લગ્નની તારીખ લેવાઈ ગયી હોવાથી પરિવારજનોએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી હતી સુરતથી ૩૦૦થી વધારે સભ્યો રાજસ્થાન જવાના હતા અને તે માટે અગાઉથી ટીકીટ બુકિંગ પણ કરાવી દીધું હતું પરંતુ અચાનક કોરોના વાયરસનો કહેર સામે આવ્યો હતો અને ભારત લોક ડાઉન થઇ ગયું જેથી પરિવારના સભ્યોએ રાજસ્થાનમાં ઉજવણી રદ કરી હતી અને ઘરે જ અગાસી પર લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

ઘરમાં જ રહેવા નવદંપતિની અપીલ 
અગાસી પર સાદાઈથી લગ્ન કરી દંપતી ખુશ છે તેઓએ જણાવ્યું હતું કે લોક ડાઉનનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અમે પણ આ લોક ડાઉનનું પાલન કરીએ છીએ સાથે જ લોકોને ઘરમાં રહેવા અને લોક ડાઉનનું પાલન કરવા દંપતીએ લોકોને અપીલ પણ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post