• Home
  • News
  • આ સપ્તાહે મોન્સૂનની વાપસી થવાની શક્યતા: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદ થશે
post

બંગાળના અખાતમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું, પશ્ચિમ રાજસ્થાનથી પવન ફૂંકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-21 09:56:09

આ વર્ષે મોન્સૂનની વાપસીની શરૂઆત 24-26 સપ્ટેમ્બર વચ્ચે થઈ શકે છે, એટલે કે મોન્સૂન કેલેન્ડરની નક્કી તારીખ 17 સપ્ટેમ્બરથી એક અઠવાડિયું મોડું. આગામી અઠવાડિયે પશ્ચિમ રાજસ્થાનના પોખરણ, બિકાનેર, ચુરુ, બાડમેરથી મોન્સૂનની વાપસીની શરૂઆત થશે. રવિવારે બંગાળની ખાડીમાં આ મોન્સૂનનું 11મું અને છેલ્લું ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેની અસર પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી 23 સપ્ટેમ્બર સુધી વર્તાશે. આ પહેલાં 13 સપ્ટેમ્બરે ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાયું હતું અને એ પહેલાં પહેલી ઓગસ્ટે પાંચ વાર, જુલાઈમાં બે વાર અને જૂનમાં નિસર્ગ વાવાઝોડા સિવાય એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું હતું. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી તે ઓડિશા અને પ. બંગાળથી આગળ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી વાદળો સાથે હલકાથી ભારે વરસાદ કરીને પસાર થઈ જાય છે.

હવામાન વિભાગના વિજ્ઞાની કુલદીપ શ્રીવાસ્તવ કહે છે, કોઈપણ સ્થળે મોન્સૂનની વાપસીની જાહેરાત બે શરતે પૂરી થવી જોઈએ. પહેલી હવાની પેટર્ન બદલાય, એટલે કે સપાટીથી આશરે દોઢ કિ.મી. ઊંચાઈએ એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશન (પ્રતિ ચક્રાવાતી) સર્જાય, જેમાં પશ્ચિમી પવનો ફૂંકાય છે અને બીજી- છેલ્લા પાંચ દિવસથી ત્યાં વરસાદ ના થયો હોય. હવામાન વિજ્ઞાની આનંદ કુમારના મતે, પૂર્વીય પવનો બંગાળની ખાડીનો ભેજ લઈને આવે છે. જો સેટેલાઈટ તસવીરોમાં પુરાવા મળે છે કે હવામાં ભેજ ખતમ થઈ ચૂક્યો છે, ત્યારે મોન્સૂનની વાપસીની શરૂઆત થયાનું મનાય છે.

મોન્સૂન વિજ્ઞાની ડીએસ પઈ કહે છે, પશ્ચિમ રાજસ્થાનમાં મોન્સૂન વાપસીની સંભાવના 24-26 સપ્ટેમ્બર વચ્ચે છે. મોન્સૂન કેલેન્ડર પ્રમાણે, ગયા વર્ષ સુધી પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં પહેલી ડિસેમ્બરે મોન્સૂનની વાપસી થઈ હતી. એ તારીખ 1971થી 2019 સુધી મોન્સૂન પેટર્નના હિસાબથી 16 દિવસ આગળ કરીને 17 સપ્ટેમ્બર કરાઈ છે, પરંતુ શક્યતા છે કે પહેલા જ વર્ષે તેમાં આશરે એક અઠવાડિયું મોડું થાય. ગયા વર્ષે મોન્સૂન ઐતિહાસિક રીતે સૌથી મોડું 9 ઓક્ટોબરે પાછું જવાની શરૂઆત થઈ હતી. એ પહેલાં 1961માં પહેલી ઓક્ટોબર અને 2007માં 30 સપ્ટેમ્બરે મોન્સૂનની વાપસીની શરૂ થઈ હતી.

બીજી તરફ, કેરળમાં રવિવારે થયેલા ભારે વરસાદ પછી હવામાન વિભાગે આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ ઉપરાંત તામિલનાડુ, ઓડિશા અને ઉત્તરાખંડના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી કરી હતી.

દેશમાં 20 સપ્ટેમ્બર સુધી મોન્સૂનની સ્થિતિ
દેશમાં સામાન્ય વરસાદ 834 મિ.મી., વાસ્તવિક વરસાદ 890 મિ.મી. એટલે કે 7% વધુ...

ગુજરાત

+58

મહારાષ્ટ્ર

+15

બિહાર

+14

રાજસ્થાન

+8

છત્તીસગઢ

+7

મધ્યપ્રદેશ

+3

પંજાબ

-12%

હરિયાણા

-12%

ઝારખંડ

-16%

દિલ્હી

-18%

ઉત્તરાખંડ

-19%

હિમાચલ પ્રદેશ

-23%

 

adv

Related News

post
post
post
post
post
post
post