• Home
  • News
  • કેરળમાં ચોમાસાનું આગમન, 26 જૂને અમદાવાદ પહોંચશે
post

ચોમાસુ સામાન્ય રહેશે એવી શક્યતા 41% છે જ્યારે નબળાની માત્ર 5%

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:12:11

અમદાવાદ: કેરળમાં સોમવારે નિર્ધારીત સમયપત્રક અનુસાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સોમવારે કેરળના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. 8 જુલાઇ સુધીમાં દેશભરમાં ચોમાસુ બેસી જવાની આગાહી છે. જ્યારે 26 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગના નિષ્ણાતોએ કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે એવી શક્યતા 41 ટકા છે જ્યારે ચોમાસુ નબળું રહેવાની શક્યતા માત્ર 5 ટકા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસામાં દેશભરમાં 102 ટકા વરસાદ રહેશે. 

ઉત્તર-પશ્ચિમ ભારતમાં 107%વરસાદના સંકેત
ઉત્તર પશ્ચિમ ભારતમાં 107 ટકા વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે મધ્ય ભારતમાં 103 ટકા, દક્ષિણ ભારતમાં 102 ટકા અને પૂર્વોત્તર ભારતમાં 96 ટકા વરસાદની આગાહી છે. ડૉ.મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાતાવરણની સ્થિતિ ચોમાસા માટે અનુકૂળ છે. 

8 જુલાઇ સુધી ચોમાસુ દેશભરમાં બેસશે

શહેર

આગમન

વિદાય

ભોપાલ

20 જૂન

3 ઓક્ટોબર

જબલપુર

19 જૂન

5 ઓક્ટોબર

જયપુર

29 જૂન

23 સપ્ટેમ્બર

ઉદયપુર

25 જૂન

25 સપ્ટેમ્બર

અમદાવાદ

26 જૂન

28 સપ્ટેમ્બર

મુંબઈ

11 જૂન

8 ઓક્ટોબર

પૂણે

10 જૂન

9 ઓક્ટોબર

 

adv

Related News

post
post
post
post
post
post
post