• Home
  • News
  • 60 લાખની વસ્તીમાં 15.87 લાખ લોકો ફરજિયાત હોમ ક્વોરન્ટીન છે, કુલ 39 ક્લસ્ટર વિસ્તાર
post

વધુ ત્રણ ઉધના, સરથાણા, વરાછા વિસ્તારમાં ક્લસ્ટર જાહેર કુલ 24,770 લોકો ફરજિયાત હોમ ક્વોરન્ટીન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 12:10:43

સુરત: કોરોના વાઈરસના ફેલાવાને અટકાવાવા માટે પાલિકાએ સૌથી પહેલાં રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન જાહેર  કર્યો હતો. સુરતમાં કોરોનાના કેસ મળતાની સાથે જ સ્પોટ નક્કી કરીને અત્યાર સુધીમાં 39 જેટલા ક્લસ્ટર જાહેર કરાયા છે.  ચેપ અટકાવવા માટે એક પછી એક ક્લસ્ટર જાહેર કરાયા તેમાં સુરતની કુલ વસ્તી 60 લાખમાંથી 26 ટકા 15.87 લાખ લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરાયા છે. કલસ્ટર જાહેર કરાયેલા વિસ્તારોમાંથી દર્દીઓને શોધીને સારવાર આપવાની નીતિને લીધે સુરતમાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું નથી.

વધુ કેસ મળતા વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે

સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓ અત્યાર સુધીમાં 984 મળ્યા છે. જે વિસ્તારમાંથી વધુ દર્દી મળે તે વિસ્તારને પાલિકા તંત્ર તરત જ ક્લસ્ટર જાહેર કરીને વિસ્તાર સીલ કરી દે છે. ક્લસ્ટર વિસ્તારમાં આવેલા ઘરના લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરીને અવર જવર પર પ્રતિબંધ મુકાય છે. 

ક્લસ્ટર વિસ્તારમાં 3.41 લાખ ઘરોનો સમાવેશ

અત્યાર સુધીમાં સુરત પાલિકાએ 39 જેટલા વિસ્તારને ક્લસ્ટર જાહેર કરી દીધા છે, તેમાં 3.41 લાખ ઘરોનો સમાવેશ થાય છે. આ ઘરમાં રહેતા 15.87 લાખ લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરવામા આવ્યા છે. હાલમાં સુરતની વસ્તી 60 લાખની છે. જેમાંથી 26 ટકા કરતા વધુ એટલે 15.873 લાખ લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરાયા છે. ક્લસ્ટર જાહેર કરવામાં આવે છે તે વિસ્તારને સીલ કરવામાં આવે છે. લોકોને બિન જરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ હોય છે. 

પાલિકા તંત્ર દ્વારા એક્ટિવ સર્વે કરાય છે

બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા એક્ટિવ સર્વે કરીને વિસ્તારમાંથી જે દર્દી મળી આવે છે તેના સંપર્કવાળા વ્યક્તિને શોધવામાં આવે છે. આ ઉપરાંત ક્લસ્ટર વિસ્તારમાં કોરોનાના લક્ષણવાળા દર્દીને શોધીને તેનો કોરોના ટેસ્ટ કરવામા આવે છે. પાલિકાએ ક્લસ્ટર જાહેર કરવાની કામગીરીમાં શહેરની વસ્તીના 26 ટકા લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. પાલિકાએ આ પ્રકારની કામગીરી કરી હોવા છતાં આજના દિવસ સુધીમાં સુરતમાં 984 કેસ થઈ ચુક્યા છે.  સુરત મ્યુનિ.એ અત્યાર સુધીમાં 3.41 લાખ ઘરોમાં રહેતાં 15.87 લાખ લોકો રહે છે તે 39 જેટલી જગ્યાને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે

વધુ ત્રણ વિસ્તાર ક્લસ્ટર જાહેર

ઉધનામાં સંજયનગર-1 રોડ નંબર 0,1,2,3 ઉધ્ના રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારના 1400 ઘરોમાં રહેતાં 7266 લોકો, પૂર્વ ઝોન સરથાણામાં આવેલી અક્ષરધામ સો., આદર્શ રો-હાઉસ, સી.એચ.પાર્ક, જીવનદીપ સોસા., જય-રણછોડનગર, સિદ્ધિ-વિનાયક રેસી., લક્ષ્મીનગર, ખોડીયાર કૃપા, શિવપ્લાઝા, વી.ટી.નગર, હરેકૃષ્ણ રો-હાઉસ, ગોવિંદજી બંગ્લોઝ, કેશવપાર્ક, શાંતિનગર-1-2, બાપાસીતારામ સો., નીલકંઠ સોસા. ક્રિષ્નાપાર્ક, હરિદ્વાર સો., અને મેરીગોલ્ડ રેસીડેન્સી વિસ્તારના 2450 ઘરોમાં રહેતા 10773 લોકો. પૂર્વ ઝોન વરાછામાં વસંતભીખાની વાડી અને કલમકુંજ એપાર્ટમેન્ટ વિસ્તારના 840 ઘરોમાં રહેતાં 4200 લોકો. તથા એક્તાનગર વિસ્તારના 562 ઘરોમાં રહેતા 2531 લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે અને બીજો હૂકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ કોરન્ટાઈનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી હૂકમ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post