• Home
  • News
  • 150 કરોડથી વધુની રકમની હેરાફેરી કરી:ગોલ્ડ ટ્રેડિંગ કેસમાં સીઆઇડીને તપાસ સોંપાય તેવી શક્યતા વધી
post

દુબઇમાં રહેતો અને સુરતનો વતની મુખ્ય સૂત્રધાર અનવર હજી ફરાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:33:19

ભરૂચ: ભરૂચના નિવૃત્ત શખ્સને ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઇ કરનાર ટોળકીના 6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં છે. ત્યારે તપાસના પ્રથમ ચરણમાં ટીમે ભેજાબાજોએ 30 કરોડ અને બીજા ચરણમાં 120 કરોડ મળી કુલ 150 કરોડથી વધુની રકમની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતાં તેઓને હાલમાં સબજેલમાં ધકેલી દેવાયાં છે. જોકે, સાયબર ક્રાઇમની ટીમની તપાસ હજી ચાલી રહી છે.

6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં
દેશના અન્ય રાજ્યોમાં પણ ટોળકીએ લોકોને ઠગ્યા હોવાનુ પ્રાથમિક તબક્કે જણાયું છે. ત્યારે સમગ્ર નેટવર્ક દુબઇમાં બેઠા બેઠા મુળ સુરતનો અનવર તેમજ તેનો સાથી મેક્સ ચલાવી રહ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ભેજાબાજો દ્વારા ગરીબ - શ્રમજીવીઓને ટાર્ગેટ કરી તેમને 25 હજારની લોન અપાવવાની લાલચે તેમના નામે બે-ત્રણ સિમકાર્ડ લેવા સાથે તેમના બેેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કમાંથી મળતી એટીએમ, પાસબુક તથા ચેક સહિતની કિટ પણ લઇ લીધા બાદ તેમના એકાઉન્ટમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતાં હતાં.

ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
ત્યારે બેન્કમાંથી માત્ર હેડ ઓફિસમાંથી જ વિગતો મળી શકે તેમ હોઇ ભરૂચ પોલીસ હાલમાં માત્ર પ્રથમ અને બીજા ચરણની તપાસમાં જ છે. ત્યાં ભેજાબાજો રૂપિયા કેવી રીતે ઉપાડી લેતાં હતાં. અંતિમ તબક્કો હજી જાણી શકાયો નથી. જેના પગલે મામલામાં હવે સીઆઇડીને તપાસ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

150 કરોડની નાણાંકિય હેરાફેરીનો ઘટસ્ફોટ થયો
UPI
અને IMPSના ડેટાને લઇ તપાસમાં મુશ્કેલી પ્રાથમિક તબક્કે 150 કરોડની નાણાંકિય હેરાફેરીનો ઘટસ્ફોટ થયો છે. જોકે, ભેજાબાજોએ રૂપિયા અન્ય એકાઉન્ટમાં પણ ઓનલાઇન જ ફેરવ્યાં હોઇ UPI અને IMPSના ડેટા બેન્કોની સ્થાનિક ઓફિસોમાંથી મળી રહી નથી. જેના પગલે દરેક બેન્કની હેડ ઓફિસમાંથી ડેટા મંગાવાના થતાં હોઇ તપાસમાં મુશ્કેલી સર્જાઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post