• Home
  • News
  • વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાનમાં PM મોદીને ચીફ ગેસ્ટ બનવા આમંત્રણ અપાશે
post

મંજૂરી માટે જોવાતી રાહમાં પદવીદાન સમારંભમાં વિલંબ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 09:15:17

મ. સ. યુનિવર્સિટીના ડિજિટલ કોન્વોકેશનમાં પીએમ મોદીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા માટેની તૈયારીના પગલે પદવીદાન સમારંભમાં મોડું થઇ રહ્યું છે. ડિજિટલ કોન્વોકેશનમાં પીએમ હાજર રહે તે માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. ગુરૂવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં પદવીદાન સમારંભનો મુદો ઉઠતા સત્તાધીશોએ સમારંભની 15 દિવસમાં તારીખો જાહેર કરાશે તેવું ફલોર જણાવ્યું હતું. બેઠકમાં યુનિયન પ્રમુખની સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં 17 જેટલા મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે હજુ સુધી પદવીદાન સમારંભની તારીખો જાહેર કરવામાં આવી ના હોવાથી ફલોર પરથી સભ્ય દ્વારા પદવીદન સમારંભની તારીખો જાહેર કરવાની માંગણી કરી હતી.

હજુ સુધી પદવીદાન સમારંભ ઓફલાઇન મોડથી યોજવો કે ઓનલાઇન મોડ થી તે નક્કી કરી શકાયું નથી. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં કે જાન્યુઆરી મહિનામાં પદવીદાન સમારંભ યોજવામાં આવતો હોય છે જોકે ચાલુ વર્ષે કોરોનાના કારણે હજુ સુધી પદવીદાન સમારંભ યોજવાના ઠેકાણા પડયા નથી. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. તેમ છતાં યુનિ. સત્તાધીશોએ અગામી 15 દિવસમાં તારીખ જાહેર કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં યુનિયન પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રો.રીના ભાટીયાને સેનેટ સભ્ય તરીકે નિમણૂકને બહાલી અપાઇ છે.

સિન્ડિકેટની બેઠક દોઢ કલાકમાં આટોપાઇ
સિન્ડીકેટની બેઠકમાં એમએસસી ડાયેટીક ટોપરના વિદ્યાર્થી માટે ગોલ્ડ મેડલ માટે 2 લાખ ના ડોનેશનને મંજૂરી અપાઇ છે. હોલ્સ ઓફ રેસીડન્સના વોર્ડનની નિમણૂક સાથે કોમ્પ્યુટર સેન્ટરના કર્મચારીઓને સ્પેશ્યલ એલાઉન્સને પણ મંજૂરી આપવામાં આવી છે. 17 મુદ્દા હોવાથી સિન્ડિકેટની બેઠક દોઢ કલાકમાં આટોપાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post