• Home
  • News
  • મુંબઈ-અમદાવાદના જ્વેલર્સનું 300 કરોડનું ડ્યૂટી ચોરી કૌભાંડ પકડાયું
post

14 ટકા ડ્યૂટી ભર્યા વગર કુરિયરથી સોનાનો સપ્લાય થતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:45:57

અમદાવાદ: મુંબઇની સીજીએસટીની એન્ટી ઈવેઝિંગ વિંગે અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરતના જ્વેલર્સનું રૂ. 300 કરોડનું ડ્યૂટી ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. મુંબઈના કેટલાક વેપારી એસઈઝેડ તેમજ દાણચોરીથી આવતું સોનું 11 ટકા કસ્ટમ ડ્યૂટી અને 3 ટકા જીએસટી ભર્યા વગર કુરિયર મારફતે તેમજ જુદી જુદી એરલાઈન મારફતે ગુજરાતના વેપારીઓને મોકલતા હતા.


પહેલી વખત મોડસ ઓપરેન્ડીથી ડ્યૂટી ચોરી પકડાઈ છે. માત્ર ત્રણ દિવસમાં 28 કરોડની કરચોરી પકડાઈ છે. કુરિયર એજન્ટ મારફતે રાજ્યના કયા વેપારીઓને સોનું મોકલવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે.


સીજીએસટીએ જુદા જુદા શહેરોમાં સર્ચ કરીને સોના ઉપરાંત કિંમતી પથ્થર, જ્વેલરીના ડ્યુટી ભર્યા વગર કરાયેલા સપ્લાયનું રેકેટ પકડી પાડ્યું છે. કૌભાંડમાં મુંબઈના એક એજન્ટની સંડોવણી છે. જે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી સોનું મેળવી ખોટા ઈનવોઈસ બનાવી સપ્લાય કરતો હતો. એજન્ટ તમામ વ્યવહાર પોતાના નામે કરતો હોવાથી ડ્યુટી ચોરીથી સોનું મંગાવનારા જ્વેલર્સના નામ પકડાય નહીં.
મુંબઈ તેમજ ગુજરાતના વેપારીઓ સોના ઉપરાંત લગડી, જ્વેલરી, મોતી, કિંમતી સ્ટોનની મોડસ ઓપરેન્ડીથી હેરાફેરી કરતા હતા. સીજીએસટી વિભાગ હવે કૌભાંડમાં સંડોવાયેલા વેપારીઓને શોધી રહ્યું છે. હાલ વચેટિયા તરીકે કામ કરતાં એજન્ટની પૂછપરછ થઈ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post