• Home
  • News
  • નેતાજી સુભાષચંદ્ર બોઝને સુરતના બાળ કલાકારની અનોખી ભેટ, અઢી કલાકમાં નેતાજીનું હૂબહૂ સ્કેચ બનાવી આપ્યો સંદેશો
post

લોકડાઉનમાં મોબાઇલ અને ટીવીથી દૂર રહી સ્કેચ બનાવી આપ્યો; મન અને તનથી તંદુરસ્ત રહેવાનો સંદેશો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 15:11:10

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે સુરતના એક બાળ કલાકારે માત્ર અઢી કલાકમાં નેતાજીનું હૂબહૂ સ્કેચ બનાવી અનોખી ભેટ આપી છે. 12 વર્ષના હેમીશે લોકડાઉનમાં મોબાઈલ અને ટીવી જેવાં ઉપકરણોથી દૂર રહી આર્ટિસ્ટ બની અન્ય બાળ વિદ્યાર્થીઓમાં એક ઉદાહરણ બની ગયો છે. છેલ્લાં 4 વર્ષથી અનેક સ્પોર્ટ્સમેન, ભગવાન અને સ્વામી વિવેકાનંદ સાથે સુભાષચંદ્ર બોઝનો સ્કેચ બનાવનાર હેમીશ વડાપ્રધાન મોદીને પોતાના આદર્શ ગુરુ માને છે.

મોબાઇલ અને ટીવીથી દૂર રહી સ્કેચ બનાવ્યા
ઘોડદોડ રોડ પર આવેલી પંચોલી સોસાયટીમાં હેમીશ ચેતનભાઈ મહેતા (ઉં.વ. 12) પરિવાર સાથે રહે છે અને ધોરણ 6માં અભ્યાસ કરે છે. પિતા કમ્પ્યુટરના વ્યવાસાય સાથે જોડાયેલા છે અને જ્યારે માતા કોલેજમાં પ્રોફ્સર છે. હેમીશે જણાવ્યું હતું કે 4 વર્ષથી સ્કેચ બનાવી રહ્યો છું, માતાનું પ્રોત્સાહન દરેક સ્કેચને સરળ બનાવી દે છે. ગૂગલ પર બાળકોને સ્કેચ બનાવતા જોઈ ઉત્સાહ જાગ્યો ને લોકડાઉનમાં ઘરે અભ્યાસ સાથે મોબાઈલ અને ટીવીથી દૂર રહી સ્કેચ બનાવ્યા છે.

સ્કેચ તૈયાર કરતાં ઓછામાં ઓછા અઢી કલાક થાય
વધુમાં તેણે જણાવ્યું હતું કે કોઈપણ સ્કેચ તૈયાર કરતા ઓછામાં ઓછા અઢી કલાક તો લાગે છે. હાલમાં તૈયાર કરેલું નેતાજી સુભાષચંદ્ર બોઝનું હૂબહૂ સ્કેચ બનાવવા પાછળનો હેતુ એ હતો કે દેશના લોકપ્રિય નેતા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ છે. બસ, પછી તેમને એક અનોખી ભેટ આપવા આ સ્કેચ તૈયાર કર્યો છે.

બાળ વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો
હું મારા જેવા તમામ બાળ વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવા માગું છું. કોઈપણ ફ્રી સમયમાં મોબાઈલ અને ટીવી જેવા આખો બગાડતાં ઉપકરણો જોવા કે સાંભળવા કરતાં કોઈ સારી પ્રવૃત્તિ જેવી કે ડ્રોઈંગમાં પણ રસ લેવાથી એક પ્લેટફોર્મ ચોક્કસ મળે છે. બીજું કંઈ નહીં તો એ પ્લેટફોર્મ કદાચ તમારી ઓળખ બની શકે છે, એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રહેવાનું ભૂલશો નહિ.

પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહી
લોકડાઉનમાં અનેક મહાનુભવો, સ્પોર્ટ્સમેન, સ્પાઇડર મેન અને ભગવાનના સ્કેચ બનાવ્યા છે. માતા-પિતા, બહેન અને દાદી પણ હેમીશના સ્કેચ બનાવવાની કલાકારીથી ખૂબ જ ઉત્સાહી છે. હેમીશ માત્ર સ્કેચ સાથે જ નહીં, પણ ચેસનો એક સારો ખેલાડી અને ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદનો ફ્રેન્ડ પણ છે. હેમીશ પોતાની સ્કેચ બનાવવા પાછળની કલાકારી બદલ સ્કૂલ-ટ્યૂશનના શિક્ષક અને ખાસ કરીને માતાને શ્રેય આપે છે.

હેમીશે તૈયાર કરેલા સ્કેચ
હેમીશે અત્યારસુધીમાં તૈયાર કરેલા સ્કેચમાં વિશ્વના ખ્યાતનામ ફૂટબોલ ખેલાડી મેસી, ઇન્ટરનેશનલ ક્રિકેટર વિરાટ કોહલી, હાલ વિવાદમાં આવેલા મુંબઈના પત્રકાર અર્નબ ગોસ્વામી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, મહાદેવ, ગણેશજી, બાળ કૃષ્ણ સહિતના અનેક સ્કેચ હેમીશના ઘરની દીવાલોને સુશોભિત કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post