• Home
  • News
  • ફર્સ્ટ લુક / ઈરફાન ખાનનો ‘અંગ્રેજી મીડિયમ’નો લુક રિલીઝ, ફિલ્મ 20 માર્ચે થિયેટરમાં આવશે
post

આ ફિલ્મમાં પહેલીવાર કરીના કપૂર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 10:36:58

ઈરફાન ખાનનો તેનો આગામી ફિલ્મઅંગ્રેજી મીડિયમનો લુક રિલીઝ થયો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈરફાન ખાનની સાથે કરીના કપૂર, રાધિકા મદાન અને પંકજ ત્રિપાઠી પણ છે. ‘હિન્દી મીડિયમફિલ્મની સફળતા બાદ મેકર્સેઅંગ્રેજી મીડિયમબનાવી છે. ફિલ્મના ડિરેક્ટર હોમી અડાજણીયા છે અને પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. ફિલ્મમાં ઈરફાન રાજસ્થાનમાં આવેલ એક મીઠાઈની દુકાનનો માલિક છે.

 

ફિલ્મમાં પહેલીવાર કરીના કપૂર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. રાધિકા મદાન ઈરફાનની દીકરીના રોલમાં છે જ્યારે પંકજ ત્રિપાઠી વાહન ડીલરના રોલમાં હશે અને તે ઈરફાન અને તેની ઓન સ્ક્રીન દીકરી રાધિકા મદાનને યુકેમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. ફિલ્મ 20 માર્ચના રિલીઝ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post