• Home
  • News
  • રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે 74% લોકોને મોદી પર વિશ્વાસ, ચીનને પાકિસ્તાનથી મોટો ખતરો ગણાવ્યું
post

જ્યારે ફક્ત 17% લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 10:44:14

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં સરહદે ચીન સાથે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે. ચીન વિવાદ મુદ્દે સી-વોટર સ્નેપ પોલમાં લોકોને પૂછવામાં આવ્યું કે હાલના તણાવને લઈને સરકાર પર વધુ વિશ્વાસ છે કે કોંગ્રેસ પર? સરવેમાં સામેલ 74% લોકોએ કહ્યું કે અમને મોદી સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, જ્યારે ફક્ત 17% લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી. 9.6% લોકોએ કહ્યું કે ચીન સાથેનો વિવાદ ઉકેલવાની ક્ષમતા ના તો વિપક્ષમાં છે અને ના તો અત્યારની સરકારમાં છે.  

ચીન ભારત માટે મોટી ચિંતા

·         આ સરવેમાં મુજબ, મોટી સંખ્યામાં ભારતીયો માને છે કે પાકિસ્તાનની તુલનામાં ચીન દેશ માટે મોટી મુશ્કેલી છે. 68% ભારતીયોનું કહેવું છે કે પાકિસ્તાનની તુલનામાં ભારત માટે ચીન ચિંતાનો વિષય છે, જ્યારે 32% લોકોનું માનવું છે કે ચીન નહીં, પરંતુ પાકિસ્તાન જ ભારત માટે વધુ ચિંતાજનક છે.  

·         સરવેમાં લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે ભારત સરકારે ચીનના દબાણમાં જવાબ આપવા યોગ્ય પગલાં લીધાં છે? આ મુદ્દે 39%થી વધુ ભારતીયોએ હામાં જવાબ આપ્યો અને કહ્યું કે ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા પછી મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ આપ્યો. જોકે, 60%નું માનવું છે કે, ચીનને હજુ ભારતે જડબાતોડ જવાબ નથી આપ્યો અથવા ભારતના સૈનિકોની હત્યાનો બદલો લેવાનો હજુ બાકી છે. 

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે 72.6% લોકોને મોદી પર વિશ્વાસઃ આ સરવેમાં નોંધવામાં આવ્યું છે કે 72.6% લોકોએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને મોદી પર તેમને વિશ્વાસ છે, જ્યારે 14.4% લોકો કહે છે કે તેમને રાહુલ ગાંધીમાં કંઈક વિશ્વાસ છે. 

68% એ કહ્યું- લોકો ચીનના માલનો બહિષ્કાર કરશેઃ આ સર્વેક્ષણમાં સામેલ 68% લોકોનું માનવું છે કે ભારતના લોકો ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરશે, જ્યારે 31% લોકો કહે છે કે ચીનની ચીજવસ્તુઓ ખરીદવાનું ચાલુ જ રાખીશું, ભલે કંઈ પણ થઈ જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post