• Home
  • News
  • સુરતના તબીબોનો મત:‘મોટા ભાગના નવા કેસમાં રસીના બંને ડોઝ લીધા હોય છતાં સંક્રમણ, 6 મહિને કે વર્ષે બૂસ્ટર ડોઝ લેવો જ પડશે’
post

કોરોના વેક્સિનની અસર 6 મહિનામાં ઓછી થઈ જાય છે માટે પ્રિકોશન ડોઝ લેવો જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 11:44:33

સુરત: શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. હાલના પોઝિટિવ કેસોમાં મોટા ભાગનાએ વેક્સિનના બે ડોઝ લઈ લીધા હોય તેવા દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવો જરૂરી હોવાનુ શહેરના તબીબોમાં મત પ્રવર્તી રહ્યો છે.

સામાન્ય રીતે વેક્સિનની અસર ૬ મહિના સુધી રહે છે. જેથી જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય અને તેને ૬ મહિના વીતી ગયા હોય તેવા લોકોએ સાવચેતી માટે પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે.

પ્રિકોશન ડોઝ લીધો ન હોય તો સંક્રમિત થવાની શક્યતા
પ્રિકોશન ડોઝ બાકી હોય તો લઈ લેવો જોઈએ. અત્યારે દાખલ થવું પડે તેવા કેસ નથી આવતા. સ્ટેબલ હોય તેવા ઓપીડી બેઝ શરદી ખાસીના કેસ આવે છે. પ્રિકોશન ડોઝ લીધો હોય તો તેમને વાંધો ન આવે. જો બાકી હોય તો સંક્રમીત થવાની શક્યતા રહે છે. > ડો. દીપક વિરડીયા

કોરોનાની આક્રમકતા ઘટી છે છતાં સાવચેતી જરૂરી
ઈમ્યુનેશન સારૂ થયું છે. કોરોનાની અસરકારકતા પહેલા જેવી નથી. દર્દીઓ ઘરે જ સારા થઈ જાય છે. છતાં કોમોર્બીડે સાવચેતી રાખવી જરૂરી છે. હેલ્થકેર વર્કર, વૃદ્ધો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓએ પ્રિકોશન ડોઝ લેવો જ જોઈએ. > ડો. ધિરેન પટેલ, એમ.ડી. મેડિસીન

થર્ડ ડોઝ બાદ હાડકાં દુઃખે તો ડરવાની જરૂરી નથી
સેકન્ડ ડોઝ પછી 6 મહિનામાં ફરજીયાત થર્ડ ડોઝ લેવો જોઈએ. થર્ડ ડોઝ બાદ હાડકામાં દુઃખાવો રહેતો હોય તો ગભરાવાની જરૂર નથી. દર 6 મહિને કે વર્ષે ડોઝ લેવો જ પડશે. હાલનું જોતાં ભવિષ્યમાં પણ રસી લેવી જ પડશે. > ડો. ચીરાગ છટવાણી, ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ

શહેર-જિલ્લામાં વધુ 92 કેસ પોઝિટિવ, 38 સાજા થયા
શહેરમાં 79 અને જિલ્લામાં 13 કેસ સાથે રવિવારે કોરોનાના વધુ 92 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 205766 થઈ છે. રવિવારે શહેરમાંથી 32 અને જિલ્લામાંથી 6 મળી 38 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 203047 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

રવિવારે શહેર અને જિલ્લામાં એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. શહેરમાં રવિવારે એક્ટિવ કેસનો આંકડો 300ને પાર કરી 373 નોંધાયો છે. જ્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100 ને પાર કરી 106 નોંધાઈ છે. આ સાથે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 479 થઈ ગઈ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post