• Home
  • News
  • આજથી ભયાનક લૂ લાગવાની આશંકા, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ
post

થોડા દિવસમાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:13:09

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધી છે. આકરા તાપ અને ગરમ પવનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં 25 અને 26 મેએ ખતરનાક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂના કારણે આવનારા 4-5 દિવસ સુધી દિલ્હીમાં કાળઝાળ ગરમી જારી રહેશે. ગુજરાતમાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. સુરેન્દ્રનગર સૌથી વધુ 43.3 ડિગ્રી નોંધાયું હતું.


અરબ સાગરમાં લૉ પ્રેશરથી ગુજરાતમાં જૂનમાં વરસાદની શક્યતા
30 મેની આસપાસ અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લૉ પ્રેશર એરિયા સર્જાઇ શકે છે. તે લૉ પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા છે. તેથી દેશના પૂર્વીય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનની શરૂઆતથી ભારે વરસાદની શક્યતા છે.

adv

Related News

post
post
post
post
post
post
post