• Home
  • News
  • વડોદરાની 20 લાખની વસ્તીમાં માત્ર 0.45 ટકા લોકોના જ ટેસ્ટ થયા, અમદાવાદના 11 હજાર કેસની સામે વડોદરામાં માત્ર 9 હજાર સેમ્પલ લેવાયા
post

વડોદરા શહેરમાં 9 હજાર સેમ્પલમાંથી 10 ટકા દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:46:47

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 933 પોઝિટિવ કેસો નોંધાયા છે. જોકે હજી કોરોનાના ટેસ્ટની સંખ્યા ખુબ જ નહીંવત છે. વડોદરા શહેરમાં અંદાજે 20 લાખની વસ્તીમાં કોરોના વાઈરસના માત્ર 9 હજાર જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે માત્ર 0.45 ટકા થાય છે. જે ખુબ જ ઓછા છે. વડોદરા શહેરમાં લેવાયેલા 9 હજાર સેમ્પલમાંથી 10 ટકા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના 11 હજાર કોરોના પોઝિટિવ કેસની સામે વડોદરામાં માત્ર 9 હજાર ટેસ્ટ કરાયા છે.

9 હજાર સેમ્પલમાંથી 933 લોકો કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા

વડોદરા શહેરમાં 69 દિવસથી વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનો કહેર યથાવત છે. વડોદરામાં કોરોના વાઈરસના સંક્રમિતોને શોધવા માટે 9 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 933 કેસ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં કોરોના વાઈરસની મહામારીના 69 દિવસમાં સરેરાશ રોજ 130 સેમ્પલ લેવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં શરૂઆતથી કોરોના ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યા છે. જેને પગલે વડોદરામાં ખુબ જ ઓછા સંક્રમિતો સામે આવી રહ્યા છે. જો ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીઓમાં પણ વધારો થઇ શકે છે. 

અમદાવાદ પોઝિટિવ કેસથી ઓછા વડોદરામાં ટેસ્ટ થયા

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 15025 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 11097 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અમદાવાદના પોઝિટિવ કેસોની સામે વડોદરામાં માત્ર 9 હજાર સેમ્પલ લેવાયા છે.

નાગરવાડા, પાણીગેટ અને વાડી વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે

વડોદરા શહેરમાં અત્યાર સુધી હોટસ્પોટ બનેલા નાગરવાડા, પાણીગેટ અને વાડી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કારણ કે, આ વિસ્તારોમાં જ સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post